સુરતના પાંડેસરામાં ઘરના સભ્યોએ વૃદ્ધાને 24 વર્ષથી ઘરમાં ગોંધી રાખ્યા- સામાજિક કાર્યકર્તાઓ છોડાવવા ગયા તો…

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલ કર્મયોગી 1માં એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, 1998થી એક 50 વર્ષની ઉંમરના વૃદ્ધાને પરિવારના સભ્યોએ ઘરમાં…

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલ કર્મયોગી 1માં એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, 1998થી એક 50 વર્ષની ઉંમરના વૃદ્ધાને પરિવારના સભ્યોએ ઘરમાં જ ગોંધી રાખ્યા હતા. જ્યારે આ અંગે જાણ થતા સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ પોલીસને સાથે રાખી વૃદ્ધાની મુલાકાત લેવા પહોંચી ગયા હતા.

કાર્યકર્તાઓ ઘરે પહોચ્યા ત્યારે વૃદ્ધા ખુબજ દયનીય હાલતમાં જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વૃદ્ધાને ન તો પરિવારના સભ્યો દ્વારા તેમને બરાબર જમવાનું આપવામાં આવે છે, ન તો તેમની દેખરેખ રાખવામાં આવે છે. વૃદ્ધા હાલ તેના પતિ અને બે સંતાનો સાથે રહે છે પરંતુ સંતાનો કે પતિ કોઈ પણ પ્રકારની દરકાર કે સંભાળ લેવામાં આવતી નથી.

જ્યારે વૃદ્ધાની હાલત પરથી એવું લાગી રહ્યું છે કે તે દોઢથી બે વર્ષથી નાહયા નથી. પરિવારના સભ્યોની વાત પરથી પણ એવું લાગી રહ્યું હતું કે, જાણે તે આ વૃદ્ધ મહિલા સાથે બદલો લઇ રહ્યા છે. સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓએ પરિવારના સભ્યોને પૂછવામાં અવાયું ત્યારે નાના દીકરાએ સ્પષ્ટ પણ એવું જણાવ્યું હતું કે, માતા તેમના કર્મોની સજા ભોગવી રહ્યા છે. વૃદ્ધાને મુક્ત કરાવવા પરિવારના સભ્યોની સામે સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ અને પોલીસની વાત માનવા તૈયાર જ નહોતા.

આવી રીતે એક વૃદ્ધાને ઘરમાં ને ઘરમાં 22 વર્ષથી ગોંધી રાખવાનું વાસ્તવિક કારણ શું હોઈ શકે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટના અંગેની જાણ થતા અંતે સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ પોલીસને સાથે રાખી વૃદ્ધાની મુલાકાત લેવા પહોંચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *