બે વર્ષથી સેનામાં ભરતી માટે તૈયારી કરી રહેલા એક યુવકે હરિયાણા(Haryana)ના રોહતક(Rohtak)માં પીજી હોસ્ટેલ(PG Hostel)ના રૂમમાં ગ્લા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતકનું નામ સચિન છે, જે જીંદ(Jind) જિલ્લાના લિજવાના(Lijwana) રહેવાસી હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આપઘાતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરિવારે ચોક્કસપણે કહ્યું કે, તે સેનામાં જોડાવા માંગતો હતો, જેના માટે તે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. પીજી હોસ્ટેલમાં પોલીસ તપાસ શરુ છે.
જીંદ જિલ્લાના લિજવાના કાલા ગામનો રહેવાસી સચિન છેલ્લા બે વર્ષથી સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યો હતો. તે રોહતકના સાક પીજી, દેવ કોલોનીમાં રહેતો હતો. સવારે જ્યારે એક વિદ્યાર્થીઓએ તેને જોયો તો તે ગળાફાંસો ખાધેલ હાલતમાં જોવા મળ્યો હતો. માહિતી મળતા પીજી ઓપરેટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, સચિનનું સપનું આર્મી ભરતીમાં જોડાવાનું હતું. તેથી જ તે લગભગ બે વર્ષથી ભરતીની તૈયારીઓમાં વ્યસ્ત હતો. તે અઠવાડિયામાં કે 15 દિવસમાં એકવાર ઘરે જતો હતો.
આ જ પીજીમાં રહેતા વિદ્યાર્થી ગૌરવે મીડિયાને જણાવ્યું કે, તે નોકરીને લઈને ચિંતિત હતો. તે લશ્કરની બે ભરતી માટે પણ લાયક હતો. પરંતુ ભરતી થઈ ન હતી. તે આ બધાથી ચિંતિત હતો.
ગુરુગ્રામ અને પલવલમાં અગ્નિપથ યોજના સામે વિદ્યાર્થીઓનો વિરોધ:
બીજી તરફ હરિયાણામાં બુધવારે અગ્નિપથ સ્કીમને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પલવલમાં સેનાની ભરતીના નવા કાયદાના વિરોધમાં લોકોએ હાઈવે બ્લોક કરી દીધો છે. ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ ડીસીના નિવાસસ્થાને જવાનો રસ્તો બંધ કરી દીધો છે. આ ઉપરાંત અનેક જગ્યાએ તોડફોડ કરીને રેલિંગ ઉખડી ગઈ છે. તંગદિલીભર્યા માહોલને જોતા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પલવલમાં સેનાની ભરતીના નવા કાયદાના વિરોધમાં લોકોએ હાઈવે બ્લોક કરી દીધો છે. ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ ડીસીના નિવાસસ્થાને જવાનો રસ્તો બંધ કરી દીધો છે. આ ઉપરાંત અનેક જગ્યાએ તોડફોડ કરીને રેલિંગ ઉખડી ગઈ છે. તંગદિલીભર્યા માહોલને જોતા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.