હાલમાં જોધપુર (Jodhpur) માં એક ટ્રાફિક કોન્સ્ટેબલ(Traffic constable)ને સીટ બેલ્ટ બાંધવા માટે ટોકવા બદલ કારથી ઘસડવાનો એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે, જે દંપતીએ કોન્સ્ટેબલને કારના બોનેટ પર 700 મીટર સુધી ઘસડ્યો હતો. તેમને તેમના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી. પોલીસ(Police) દ્વારા પુછપરછ કરવામાં આવતા સામે આવ્યું કે, કોન્સ્ટેબલને ટક્કર મારીને ધમકી આપી આપી હતી કે આજે તો પટકાવીને જ માનીશ. ત્યારે કારમાં બેઠેલી ડ્રાઈવરની પત્નીએ પોલીસને કહ્યું કે, દરરોજ મેમો ફાડે છે, અમે શું કરીએ?
મળતી માહિતી મુજબ, આ ઘટના જોધપુર શહેરના દેવ નગર પોલીસ સ્ટેશનના હાઉસિંગ બોર્ડ પાસે આવેલી સેન્ટ્રલ એકેડમી સ્કૂલનો છે. અહીં, કોન્સ્ટેબલ ગોપાલ વિશ્નોઈ અને હેડ કોન્સ્ટેબલ હરેન્દ્ર ટ્રાફિક પોઈન્ટ પર તૈનાત હતા. સાંજે 5 વાગ્યાની આસપાસ ડ્રાઈવર ગજેન્દ્ર સાલેચા (57) અને તેની પત્ની સંતોષ દેવી કાર લઈને સ્કૂલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, સંતોષે સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. તેથી ટ્રાફિક પોલીસે તેની કાર રોકી, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્ર ડ્રાઈવર સાથે વાત કરવા ગયો.
View this post on Instagram
હરેન્દ્રએ સીટ બેલ્ટ માટે અટકાવ્યા અને ચલણની વાત કરી કે તરત જ ગજેન્દ્રએ તેની કાર સ્ટાર્ટ કરી અને કારની ટક્કરને કારણે તેની સામે ઉભેલો કોન્સ્ટેબલ કૂદીને બોનેટ પર ચડી ગયો હતો. તેમ છતાં ગજેન્દ્રએ કાર રોકી નહિ અને ગોપાલ બોનેટ પકડીને લટકતો રહ્યો.
આ દરમિયાન, કોન્સ્ટેબલ વારંવાર કાર રોકવા ઈશારો કરતો રહ્યો. પરંતુ, દંપતીએ સાંભળ્યું નહીં. લગભગ 700 મીટર આગળ એક યુવકે કારની આગળ બાઇક મૂકી. જેના કારણે ગજેન્દ્રએ અચાનક બ્રેક લગાવી દીધી. પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 15 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.