રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ હત્યાકાંડ(Kanaiyalal murder case)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામીની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન(Pakistan) ગયા હતા. ત્રણેયને NIA દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મૌલાના અને બે વકીલ પણ આ કાવતરામાં સામેલ છે, તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓની એક મીટિંગ થઈ હતી જેમાં રિયાઝ અત્તારીએ ટેલર કનૈયાલાલની હત્યાની જવાબદારી લીધી હતી.
આ બેઠકમાં રિયાઝ, મોહમ્મદ ગૌસ, આસિફ અને મોહસીન હાજર હતા. કનૈયાલાલની દુકાનથી માત્ર 500 દૂર પડોશમાં મોહસીનની દુકાન અને આસિફના રૂમમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ટેલર કનૈયાલાલની હત્યાના ચાર આરોપીઓને શનિવારે NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપી રિયાઝ મોહમ્મદ ગૌસની ધરપકડ કરી લીધી હતી. બંને આરોપીઓએ હત્યા કર્યા બાદ વીડિયો શેર કર્યો હતો. આ પછી રાજસ્થાન ATSએ શુક્રવારે અન્ય બે આરોપી મોહસીન અને આસિફની ધરપકડ કરી હતી.
આસિફ અને મોહસીન હથિયાર બનાવવામાં સામેલ હતા:
રિયાઝે આસિફ અને મોહસીનને રીડેકોરેશન કરીને આ ઘટનામાં તેનો સાથ આપવા તૈયાર કર્યા હતા. આસિફ અને મોહસીન કનૈયાલાલની હત્યાથી લઈને હથિયાર બનાવવાની યોજનામાં સામેલ હતા. જે ગલીમાં કન્હૈયા લાલની દુકાન હતી, તે ગલીમાં રિયાઝ અને મોહમ્મદ ગૌસનું આવવા-જવાનું હતું.
ઉદયપુરમાં જ્યારે કેટલાક લોકોએ વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપવાનું શરૂ કર્યું, ત્યારે જ રિયાઝ અને મોહમ્મદ ગૌસે નક્કી કર્યું કે કંઈક મોટું કરવું પડશે. કન્હૈયા આસાન શિકાર બની ગયો હતો અને રિયાઝ અને મોહમ્મદ ગૌસ કન્હૈયાની દુકાન પાસે પહેલાથી જ આવતા-જતા હતા અને તે શેરીથી વાકેફ હતા, તેથી તેઓએ હત્યાને અંજામ આપ્યો.
કન્હૈયાલાલની 28 જૂને હત્યા કરવામાં આવી હતી:
ઉદયપુરમાં 28 જૂને બપોરે મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ નામના બે યુવકોએ ટેલર કનૈયાલાલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. આરોપી કપડા સિલાઇ કરાવવાના બહાને દુકાને આવ્યો હતો. આ પછી બંને આરોપીઓએ વીડિયો શેર કરીને કહ્યું કે ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે તેઓએ કનૈયાલાલની હત્યા કરી. એટલું જ નહીં આરોપીઓએ પીએમ મોદીને ધમકી પણ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.