અડધી રાતે છોકરા-છોકરીઓ વચ્ચે થઇ ઠિકા-પાટાની મારામારી, જુઓ બબાલનો LIVE વિડીયો

છત્તીસગઢ (Chhattisgarh) ની રાજધાની રાયપુર (Raypur) નો એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો મોડી રાત્રે વીઆઈપી રોડ પર સ્થિત એક હોટલ પાસેનો જણાવવામાં…

છત્તીસગઢ (Chhattisgarh) ની રાજધાની રાયપુર (Raypur) નો એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો મોડી રાત્રે વીઆઈપી રોડ પર સ્થિત એક હોટલ પાસેનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરા-છોકરીના બે જૂથ વચ્ચે જોરદાર લાતો અને મુક્કાબાજી થઇ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે છોકરા-છોકરીઓ પાર્ટી કરીને હોટલની બહાર ઉભા હતા.

ત્યારપછી તેમની વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી શરૂ થઈ જે મારામારીમાં ફેરવાઈ ગઈ. છોકરા-છોકરી વચ્ચેની લડાઈનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસ બોલાવતા જ તમામ છોકરા-છોકરીઓ ભાગી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લડાઈમાં બંને જૂથના છોકરા-છોકરીઓને ઈજાઓ થઈ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરા-છોકરી એકબીજાને મારતા સાફ સાફ દેખાઈ રહ્યા છે. સાથે તેઓ કોઈ વાતને લઈને દલીલ પણ કરી રહ્યા છે. હાલ આ લોકોની ઓળખ થઈ શકી નથી. પરંતુ પોલીસે કલમ 160 હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. રાયપુરના એડિશનલ એસપી તારકેશ્વર પટેલે જણાવ્યું કે વીડિયોના આધારે છોકરા-છોકરીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *