બિહારમાં(Bihar) એક એવી ઘટના સામે આવી છે જેણે માનવીય સંવેદના અને સંબંધોને કલંકિત કરી દીધા છે. મિલકતના વિવાદમાં એક વ્યક્તિના સંતાનો તેના હત્યારા બન્યા અને ત્રણ પુત્રોએ મળીને તેમના પિતાને ગોળી મારીને હત્યા કરી. હત્યાની આ ઘટના નવાદા(Nawada) જિલ્લાની છે. વારસાલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દોસુત પંચાયતના બેગરાજપુર ગામમાં બનેલી આ ઘટનામાં મૃતકની ઓળખ યોગેન્દ્ર ચૌહાણ તરીકે થઈ છે.
ફાયરિંગની આ ઘટનામાં એક ગોળી છાતીમાં વાગી અને બીજી ગોળી પગમાં વાગી, જેના કારણે યોગેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ ઘટના બાદ સમગ્ર ગામમાં સનસનાટી મચી ગઈ છે. બાદમાં ખુલાસો થયો છે કે હત્યાની આ ઘટનાને અંજામ આપવા આવેલા નકાબધારી શખ્સ અન્ય કોઈ નહીં પણ તેના જ પુત્ર હતા. પિતાને ગોળી માર્યા બાદ બધા ત્યાંથીભાગી ગયા હતા.
મૃતકની બીજી પત્ની સરિતા દેવીએ જણાવ્યું કે યોગેન્દ્રની પહેલી પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું હતું. થોડા વર્ષો સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ થોડા વર્ષો પછી મિલકત બાબતે પુત્રો સાથે વારંવાર ઝઘડા થતા હતા. તેમના પોતાના પુત્રો મુકેશ ચૌહાણ, રણજીત ચૌહાણ અને કન્હૈયા ચૌહાણે મિલકતના વિવાદને લઈને ગોળી મારીને હત્યા કરી હતી. તેણે મૃતકના ત્રણ પુત્રો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. હાલ આ ઘટના બાદ પરિવારમાં સન્નાટો છવાઈ ગયો છે. મામલાની માહિતી મળતાં જ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે નવાદા સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.