વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કને લાગ્યા બે મોટા ઝટકા- ટ્વિટરે બદલો લેતા જાણો શું કરી કાર્યવાહી?

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક(Elon Musk)ને એક સાથે બે મોટા ઝટકા લાગ્યા છે. એલોન મસ્કના સ્પેસએક્સ પ્રોજેક્ટ(SpaceX project)ને નુકસાન વિશે માહિતી મળી છે. ટેક્સાસમાં પરીક્ષણ દરમિયાન બૂસ્ટર રોકેટમાં વિસ્ફોટ થયો હતો. જો કે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. આ રોકેટનો ઉપયોગ આ વર્ષના અંતમાં યોજાનાર મિશન માટે થવાનો હતો. રોકેટનો વિસ્ફોટ એલોન મસ્ક માટે મોટો ઝટકો છે, કારણ કે તે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

ટ્વિટરે એલોન મસ્કને આંચકો આપ્યો:
એલોન મસ્કને બીજો ઝટકો ટ્વિટર દ્વારા આપવામાં આવ્યો છે. ટ્વિટરે એલોન મસ્ક વિરુદ્ધ વચનના ભંગનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. તમને જણાવી દઈએ કે મસ્કે ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનની ડીલ કેન્સલ કરી દીધી છે.

એલોન મસ્ક દ્વારા લેવામાં આવેલા આ પગલા પછી, ટ્વિટરે જાહેરાત કરી કે તે ટેસ્લાના સીઈઓ વિરુધ કેસ દાખલ કરવામાં આવશે. ટ્વિટરના પ્રમુખ બ્રેટ ટેલરે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે બોર્ડ મસ્ક સાથે સંમત થયેલી કિંમત અને શરતો પરના વ્યવહારને બંધ કરવા માટે પ્રતિબદ્ધ છે અને મર્જર કરારને લાગુ કરવા માટે કાનૂની પગલાં લેવાની યોજના ધરાવે છે.

ટ્વિટરે એક અહેવાલમાં કહ્યું છે કે મસ્કનો આ સોદો ખતમ કરવાનો પ્રયાસ અમાન્ય છે, કારણ કે એલોન મસ્ક અને તેમના અન્ય સહયોગીઓએ જાણી જોઈને કરારનું ઉલ્લંઘન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *