શાળા-કોલેજોમાં ઘૂસીને ભાજપ કાર્યકર્તાઓ ચલાવી રહ્યા છે ‘સદસ્યતા અભિયાન’- વાલીઓમાં આક્રોશ

ગુજરાત(Gujarat): વિધાર્થીઓને આપવામાં આવતા પવિત્ર શિક્ષણને ઠેસ પહોંચાડે તેવી ભાજપ(BJP)ની હરકત સામે આવી છે. અમે તમને જણાવી દઈએ કે, મહેસાણા(Mehsana) જિલ્લાના બહુચરાજી(Bahucharaji)ની સરકારી આર્ટસ કોલેજમાં…

ગુજરાત(Gujarat): વિધાર્થીઓને આપવામાં આવતા પવિત્ર શિક્ષણને ઠેસ પહોંચાડે તેવી ભાજપ(BJP)ની હરકત સામે આવી છે. અમે તમને જણાવી દઈએ કે, મહેસાણા(Mehsana) જિલ્લાના બહુચરાજી(Bahucharaji)ની સરકારી આર્ટસ કોલેજમાં સોમવારના રોજ બપોરે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન અંદર ઘૂસી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય(BJP Membership Campaign) બનાવવાનું શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર, બહુચરાજી સરકારી આર્ટ્સ કોલેજમાં સોમવારના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશ ચૌહાણ, યુવા ભાજપ પ્રમુખ નીરવ રાવલ સહિત 8થી 10 હોદ્દેદારો અને કાર્યકરો કોલેજના પ્રિન્સિપાલની કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વગર જ અંદર ઘૂસી ગયા હતા.

ફક્ત એટલું જ નહીં, ભાજપના હોદ્દેદારો દ્વારા કોલેજના નોટિસ બોર્ડ પર સદસ્યતા અભિયાન લખી સંપર્ક માટે મોબાઈલ નંબર પણ જાહેર કરાયો હતો. ત્યારબાદ કોલેજિયન વિદ્યાર્થીઓ પાસે મોબાઇલમાં સભ્ય ​​​​​​બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાજપના હોદ્દેદારો દ્વારા ચાલુ શિક્ષણ કાર્યમાં કરાયેલી આ પ્રવૃત્તિને વાલીઓ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી.

પ્રિન્સિપાલની મંજૂરી લીધા વિના ભાજપના કાર્યકરો કોલેજમાં પ્રવેશ્યા:
ભાજપના 8થી 10 હોદ્દેદારો અને કાર્યકરો કોલેજના પ્રિન્સિપાલની કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વગર જ અંદર ઘૂસી ગયા હતા. માત્ર એટલું જ નહીં, ભાજપના કાર્યકર્તાઓએ કોલેજના નોટિસ બોર્ડ પર “સદસ્યતા અભિયાન 78781 82182 રેફરન્સ નંબર 99784 05914 રજનીભાઈ પટેલ” પણ લખ્યું હતું.

ત્યારે આ પ્રકારની ભાજપની હરકતને કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર મામલે બહુચરાજી તાલુકા ભાજપના મહામંત્રી ભાવેશ ચૌહાણને પૂછતાં તેમણે સ્વીકારતા કહ્યું હતું કે, અમારા દ્વારા કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી અને પ્રિન્સિપાલ પણ હાજર ન હતા. અમારા દ્વરા કોલેજ પૂરી થયા પછી એક વાગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,

જ્યારે આ સમગ્ર મામલે કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશ જોશીએ જણાવતા કહ્યું હતું, કે હું રજા પર હતો. કાર્યક્રમ અંગે કોઈ દ્વારા મારી પાસે કે કોલેજમાં કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી નથી. કાર્યક્રમ કોલેજમાં એક વાગ્યા પછી થયો હોવાનું મને જાણવા મળ્યું છે, પરંતુ આ અમારી ભૂલ છે જે અમે સ્વીકારીએ છીએ. હવે પછી આ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવશે.

બીજી બાજુ, વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકારી શાળા-કોલેજમાં વિધાર્થોઓને ભણવા માટે મોકલવામાં આવે છે નહીં કે કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય બનવા માટે. આ પ્રકારની પ્રવૃત્તિ જેમના દ્વારા પણ કરવામાં આવી હોય તેની સામે કડક પગલાં લેવા જોઈએ. આ વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભવિષ્યનો સવાલ છે, આજે એક પક્ષ આવે, કાલે બીજો પક્ષ આવશે તો બાળકોને શું સમજવાનું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *