કારચાલકો આ ભૂલ ભૂલથી પણ ન કરતા, નહિતર દંડ તો થતા થશે પણ જેલની હવા પણ ખાવી પડશે

જો તમે હાલમાં જ નવી કાર(Car) ખરીદી છે અને તમે તેનો કાચ બદલવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને ભારતમાં તેનાથી સંબંધિત કેટલાક નિયમો(Traffic Rules for car) જણાવી રહ્યા છીએ, જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને કારના માલિક દ્વારા કારના કાચથી કરવામાં આવતી સામાન્ય ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રંગીન કાચ પર પ્રતિબંધ:
કેટલાક લોકો સુરક્ષા અને પ્રાઈવેસી માટે તેમની કારના કાચને રંગીન કરે છે. કારના કાચને રંગવાનો અર્થ છે કે તેના પર કોઈ પ્રકારનું કોટિંગ લગાવવું. તેઓ ઘણા પ્રકારોમાં આવે છે, જેમ કે, તેમાં સ્પ્રે, પેઇન્ટ અથવા તો પ્લાસ્ટિક ફિલ્મનો સમાવેશ થઈ શકે છે. લોકોને તેમના બજેટ પ્રમાણે ટીન્ટેડ ગ્લાસ મળે છે. જો કે ભારતમાં તેને સંપૂર્ણપણે ગેરકાયદે ગણવામાં આવે છે. જો ચેકિંગ દરમિયાન તમારી કારના કાચ પર ટીન્ટેડ જોવા મળે તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. હકીકતમાં ઘણી વખત કારમાં ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે જેના કારણે આ નિયમ બનાવવામાં આવ્યો છે. ભારતમાં ટીન્ટેડ ગ્લાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

કારના કાચ પર જાતિ સૂચક શબ્દ લખવો પ્રતિબંધ:
કેટલાક લોકો હોદ્દાના ચક્કરમાં કારના કાચ ઉપર જાતિ સૂચક વાતો અથવા શબ્દો લખાવે છે પરંતુ ગયા વર્ષથી લગભગ હજારો કેસમાં આવું કરનાઓના વાહનોને મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. કારના કાચ પર જાતિ સૂચક શબ્દ લખવો નહિ કારણ કેમ તે પ્રતિબંધિત છે.

જો તમારી પાસે પણ કાર છે અને તમારી કારના કાચ પર કોઈ પ્રકારના ચેડા કરવાનું વિચારી રહ્યો છો તો આજે જ તમારે આ તમારા વિચારને બદલી નાખવો જોઈએ. જો તમે આમાથી કોઈપણ ભૂલ કરી તો તમારે મસમોટો દંડ તો ભરવો પડી શકે છે પરંતુ સાથે સાથે તમારે જેલની હવા પણ ખાવી પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *