‘તમારી એક નાની ભૂલ કોઈના મૃત્યુનું કારણ બની શકે છે’ – વિડીયો જોઇને તમે જ કહો કોની ભૂલ હતી

તમારી એક નાની ભૂલ કોઈના મૃત્યુનું કારણ બની શકે છે. તેથી, ડ્રાઇવિંગ કરતી વખતે અથવા કારનો દરવાજો ખોલતી વખતે, ચોક્કસપણે એકવાર બહાર જુઓ. વાસ્તવમાં, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનઉ (Lucknow) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સ્કૂટી ચાલકનું કારની ટક્કરથી મોત થઈ ગયું છે. જેમાં કાર ચાલક કારનો દરવાજો ખોલે છે અને ત્યારે જ ત્યાંથી પસાર થઈ રહેલ સ્કુટી ચાલક તેની સાથે અથડાય છે અને તેના માથામાં ઈજાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૃતકના ઘરના લોકોની ફરિયાદ પર ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે રિપોર્ટ નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, આલમબાગના છોટા બર્હા વિસ્તારમાં અચાનક કારનો ગેટ ખોલતાની સાથે જ સ્કુટી સવારને ટક્કર લાગી હતી અને રોડ પર માથું અથડાતા ઘાયલ થયો હતો અને સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. બાદમાં તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે કાર ચાલકે પાછળ જોયા વિના કારનો ગેટ ખોલી નાખ્યો અને તેના કારણે સ્કૂટી સવાર તેની સાથે અથડાઈને જમીન પર પડી ગયો. તે જ સમયે, કેટલાક લોકોનું કહેવું છે કે સ્કૂટર સવારનું મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયું છે. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને મૃતકની પત્ની રત્નાએ અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 45 વર્ષીય ઓટો ડ્રાઈવર અનિલ ગૌતમ બુધવારે બપોરે સ્કૂટી પર ઘરેથી નીકળ્યો હતો અને થોડે દૂર પહોંચ્યો હતો કે કાર ચાલકે અચાનક કારનો દરવાજો ખોલ્યો. જેના કારણે તે સ્કૂટીથી દૂર રોડ પર અથડાઈને રોડ પર પડી ગયો હતો. કાર ચાલકે કારમાંથી નીચે ઉતરીને સ્કૂટી સવારને ઉપાડી લીધો. આ પછી કેટલાક લોકોની મદદથી અનિલને બેભાન અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો, જ્યાં ગુરુવારે બપોરે તેનું મોત નીપજ્યું. અનિલના મૃત્યુના સમાચાર તેના ઘરે પહોંચતા જ હોબાળો મચી ગયો હતો.

અનિલના મૃત્યુ પછી પરિવારની તમામ જવાબદારી તેની પત્ની રત્ના પર આવી ગઈ છે. અનિલના મૃત્યુથી ત્રણ સંતાનોએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અનીલ એકમાત્ર કમાનાર હતો. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે જો અનિલે હેલ્મેટ પહેરી હોત તો તે આ ઘટનામાં બચી ગયો હોત. કારણ કે ઈજા તેના માથામાં હતી અને આ જ તેના મૃત્યુનું કારણ બન્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *