શું તમે જાણો છો નરેન્દ્ર મોદી ક્યારેય ચૂંટણી હાર્યા નથી! ધારાસભ્ય બન્યા પહેલા જ CM બન્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિન છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગરમાં થયો હતો. પીએમ મોદી પિતા દામોદરદાસ મુલચંદ મોદી અને માતા હિરાબાના સંતાનો પૈકી ત્રીજા નંબરના સંતાન છે. 17 વર્ષની ઉંમરે વડનગર છોડીને અમદાવાદ આવેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી 69 વર્ષની જીવન સફર દરમિયાન ચાર વખત મુખ્યમંત્રી એટલે કે તેર વર્ષ સુધી ગુજરાત પર શાસન કર્યા બાદ સતત બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી સાડા અઢાર વર્ષ સુધી સીએમથી પીએમની સફર કર્યા બાદ હવે વધુ પાંચ વર્ષ માટે પીએમ પદ સંભાળી રહ્યા છે. તે જોતા નરેન્દ્ર મોદીની 52 વર્ષની સંગઠન અને સત્તાની સફરમાં પીએમ પદની આગામી પાંચ વર્ષની ટર્મ સાથે કુલ 23 વર્ષ સત્તાના સુત્રો સંભાળશે. જ્યારે 29 વર્ષ સુધી સંગઠન સંભાળ્યું છે.

ચૂંટણી ઈન્ચાર્જ તરીકે પહેલીવાર AMCમાં ભાજપને સત્તા અપાવી.

1967માં અમદાવાદ આવેલા નરેન્દ્ર મોદી સંઘની શાખામાં જોડાઈને સામાજિક જીવન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. 1980માં જનસંઘમાંથી ભાજપની સ્થાપના બાદ ભાજપમાં જોડાયેલા નરેન્દ્ર મોદીએ 1984માં પ્રથમ વખત પ્રદેશ સંગઠનનું મંત્રીપદ સંભાળ્યું હતું. ત્યાર પછી 1987માં તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી બન્યા હતા. આ દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેમને ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌપ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપ સંગઠનની સાથે ચૂંટણી સંચાલનમાં માહેર બનેલા નરેન્દ્ર મોદીએ 1990માં વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રદેશ મહામંત્રીની સાથે ચૂંટણીની જવાબદારી પણ સંભાળી આ ચૂંટણીમાં ભાજપે 67 બેઠકો પર વિજય મેળવ્યો અને જનતાદળ સાથે ગઠબંધન કરીને ભાજપ ગુજરાતમાં સત્તામાં પ્રથમવાર સત્તામાં ભાગીદાર બન્યો.

1988થી 1995 દરમિયાન કુશળ રણનીતિકાર તરીકે ઉદય.

1988થી 1995 દરમિયાન, નરેન્દ્ર મોદીની એક કુશળ રણનીતિકારના રૂપમાં ઓળખ ઊભી થઈ. આ દરમિયાન, મોદીને બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓના આયોજનની જવાબદારી સોંપાઈ. જેમાં તેઓ 1990માં યોજાયેલી લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા સારથી બન્યા અને ત્યારબાદ 1991 કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રામાં ડૉ.મુરલી મનોહર જોશી સાથે મળીને કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો.

પાંચ મહત્વના રાજ્યોની જવાબદારી સંભાળી.

ત્યાર બાદ 1995માં તેઓને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા અને તેઓને ભારતના પાંચ મહત્વનાં રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *