પ્રિયંકા ગાંધી અને હાર્દિક માણસાઈનું ઉદાહરણ બન્યા, ટ્યુમર પીડિત બાળકીને પોતાના વિમાનમાં AIIMS મોકલી

Published on: 6:38 am, Sat, 11 May 19

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓ એકબીજા પર શબ્દોના બાણ છોડી રહ્યા છે. તેવામાં પ્રિયંકા ગાંધી એક નવું જ ઉદાહરણ બનીને સામે આવી છે. તેમણે ટ્યુમર થી પીડિત એક બાળકીને મદદ કરવા હાથ લંબાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે બાળકીને ગંભીર હાલત હોવાથી તરત જ પોતાના પ્રાઇવેટ વિમાન દ્વારા પ્રયાગરાજ મા આવેલ નેહરુ હોસ્પિટલથી દિલ્હીમાં એમ્સમાં ભરતી કરવા મોકલી આપી.

છોકરીની તબિયત બગડતાં તેને પરિવારજનો દ્વારા પહેલા પ્રયાગરાજ માં આવેલ કમલાનેહરૂ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.આમ કરવા છતાં તેને તબિયતમાં કોઈ પણ જાતનો સુધાર થયો નહીં. આ જોઈને છોકરી ના પરિવારજનો પરેશાન થઇ ગયા છે. ત્યાર બાદ તેના માતા-પિતાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સંપર્ક કર્યો અને તેમની પાસે છોકરીના ઉપચાર માટે મદદ માગી.

પ્રિયંકા ગાંધી ચૂંટણી દરમિયાન પોતાનું કામ છોડીને તરત જ છોકરી ની મદદ માટે આવી. પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજ સંસદીય સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર યોગેશ શુક્લા ના પ્રચાર માટે આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ શુક્લા, ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને પૂર્વ સાંસદ મોહમ્મદ અઝરૂદ્દીન ને તરત જ ટ્યૂમરથી પીડિતા છોકરીને દિલ્હી પહોંચાડવા માટે આદેશ કર્યો. ત્યારબાદ ટ્યુમર પીડિત બાળકી સહિત તેના પરિવારજનોને પણ દિલ્હીમાં એમ્સમાં પહોંચાડવામાં આવ્યા અને બાળકીનો ઉપચાર શરૂ થયો. ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધીની આ દરિયા દિલ્હી સૌને પસંદ આવી ગઈ.