ગુજરાતના આ શહેરમાં 70 વર્ષીય વૃદ્ધા સાથે હવસખોરે આચર્યું દુષ્કર્મ, ગંભીર ઈજા પહોંચતા મોત

સુરત(Surat): હળાહળ કળયુગની શાક્ષી પુરતો હોય તે પ્રકારનો એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના કોસંબા(Kosamba) રેલવે પોલીસ મથક પાસે 70 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. સમાજ માટે લાલબત્તી સમાન આ ચકચારી ઘટનામાં દુષ્કર્મમાં વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોસ્ટમોટર્મ દરમિયાન રિપોર્ટમાં દુષ્કર્મ થયુ હોવાનુ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતના કોસંબા રેલવે પોલીસની હદ વિસ્તારમાં આ વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ આચર્યાનું હોવાની શરમજનક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામી હતી. હવસખોર આરોપી દ્વારા દુષ્કર્મ કરી મહિલાને ગંભીર ઇજા પહોચાડવામાં આવી હતી. જેથી વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જયા મેડિકલ ઓફિસરને શંકા જતા તેમણે ઘટનાની ગંભીરતાથી લઇને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન ઈજા પામેલી મહિલાનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી પોસ્ટમોટર્મ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા તબીબોની આંખો ફાટીને ફાટી રહી ગઈ હતી.

પોલીસ દ્વારા વધુ હાથ ધરાઈ:
ત્યારબાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરીને પોલીસે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી લીધી હતી. જે આરોપીને પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા આરોપીએ ગુન્હાની કબુલાત કરી હતી. જેને લઈને સમગ્ર ઘટના બે ત્રણ દિવસ પહેલાની હોવાનુ સામે આવ્યુંછે. જેને કારણે પોલીસ દ્વારા આ કૃત્ય આચરનાર આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *