સુરતની કિરણ હોસ્પિટલમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ૭૫૦ બાળકોની ફ્રીમાં સર્જરી થશે- જાણો વિગતવાર

સુરત(Surat): ભારત(India) દેશ સ્વતંત્ર થયો તેને 75 વર્ષ પૂર્ણ થયા છે. તેથી હાલ સમગ્ર ભારતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav)’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતની કિરણ હોસ્પિટલ(Kiran Hospital) દ્વારા ખુબ જ મહત્વનો નિર્ણય કરાયો છે. જાણવા મળ્યું છે કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે જટીલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ આપવા માટે કિરણ હોસ્પિટલ દ્વારા 1 વર્ષ દરમિયાન 10 વર્ષની ઉંમર સુધીના 750 જેટલા બાળકોની સર્જરી કરવામાં આવશે.

જેમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરી ઉપરાંત જો બાળકને જન્મજાત કોઈ બીમારી હોય તો પણ બાળકની સર્જરી કરાશે. સામાન્ય રીતે આ સર્જરી માટે 25 લાખ જેટલો ખર્ચો થતો હોય છે, પરંતુ કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 750 જેટલા બાળકોની સારવાર તદ્દન મફત કરશે. કિરણ હોસ્પિટલ દ્વારા આ એક ખુબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે.

બિહારની બાળકીને સુરતમાં મળ્યું હતું નવજીવન:
આ પહેલા પણ કિરણ હોસ્પિટલમાં માનવતાના દર્શન થયા હતા. જેમાં બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામમાં રહેતી અઢી વર્ષની ચહુંમુખી કુમારી 4 હાથ અને 4 પગ લઇને જન્મી હતી. આ બાળકીને 30મેના રોજ બાળકીને સુરત લાવવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, આ બાળકીનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સોનુ સુદ ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવી હતી, પરંતુ સુરત કિરણ હોસ્પિટલે એક પણ રૂપિયાનો ખર્ચ લીધા વગર મફતમાં જટિલ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશનમાં અંદાજે 10થી 15 લાખનો ખર્ચ થયો હતો. જેમાં હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ સર્જરી કરી હતી.

કોરોનાકાળમાં પણ દર્દીઓને કરી હતી આર્થિક મદદ:
આ સિવાય કોરોના બાદની ગંભીર પરિસ્થિતિમાં પણ કિરણ હોસ્પિટલ દ્વારા કેટલાય લોકોને મદદ પૂરી પાડવામાં આવી હતી. કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા બાદ મ્યુકરમાઈકોસિસનું જોખમ દર્દીઓ પર મંડરાયેલું જોવા મળ્યું હતું, ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન સુરતમાં કિરણ હોસ્પિટલે મ્યુકોમાઈકોસિસ દર્દીઓ માટે અનોખી પહેલ કરી હતી.

જેમાં ઓછી આવક ધરાવતા દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી. એક સપ્તાહમાં 25 દર્દીઓને 1-1 લાખના ચેક અપર્ણ કર્યા હતા. કોરોના સંક્રમણ દરમિયાન દર્દીઓને સ્ટેરોઈડ આપવામાં આવતા હોવાથી મ્યુકોમાઈકોસિસના દર્દીઓને 45 દિવસમાં 180 ઈન્જેક્શન લેવા પડતા હોય છે, ત્યારે કિરણ હોસ્પિટલે દર્દીઓને આર્થિક સહાય કરતા દર્દીનો માટે આર્શિવાદ રૂપ બની હતી. આ રીતે કિરણ હોસ્પિટલ દ્વારા કેટલાય લોકોને મદદ પૂરી પાડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *