નર્સ-ડોક્ટર ઊંઘતા રહ્યા ને, સુરત સિવિલમાં એક યુવકે ગળાફાંસો ખાઈ કરી લીધો આપઘાત

સુરત(Surat): શહેરમાં આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. આજે લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, નવસારી (Navsari)ના એક યુવાને સિવિલ (Civil Hospital)ના F-2 વોર્ડ (F-2 Ward)માં ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે. હાલ આ ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ નવસારીના રહેવાસી યુવાને સિવિલના F-2 વોર્ડમાં ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના વહેલી સવારે 5:30 પહેલા બની હતી. ડોક્ટરો અને પરિચારિકાઓ ઉંઘતા રહયા હતા, ત્યારે નવસારીના આ યુવાને વહેલી સવારે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે, આપઘાત પાછળ ડોક્ટર અને પરિચારિકાઓની બેદરકારી કહી શકાય કે નહીં?

આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, મયુર પટેલને પેટ(સ્વાદુ પિંડ) ખરાબ થઈ જતા સિવિલમાં દાખલ કરાયો હતો. ત્યારે મયુરે સિવિલના F-2 વોર્ડમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો, જે ખરેખર ગંભીર બાબત છે. ત્યારે હવે આ અંગે ઘણા લોકોનું કહેવું છે કે, જવાબદાર વ્યક્તિ નાના કર્મચારીઓના માથે ડોસનો ટોપલો નાખી ઘટનાનું પડીકું વાળી દેશે. જયારે લોક પ્રતિનિધિઓએ તો આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *