સુરત મહાનગર પાલિકાની ડાયરી આવી વિવાદમાં- વિપક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટીએ લગાવ્યો ભગવાકરણનો આરોપ

સુરત(Surat): સુરત પાલિકા(Surat Municipality)ની વર્ષ 2022ની ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પાલિકાની ડાયરીમાં પહેલી વખત શાસકપક્ષ નેતા સાથે વિપક્ષી નેતાના ફોટા છાપવામાં આવ્યા છે. જો કે, ડાયરીને ભગવા રંગરૂપ અપાતા વિવાદનો મધપુડો છેડાયો છે. જણાવી દઈએ કે, ડાયરીનું કવરપેજ તો ભગવા રંગનું છે પરંતુ ડાયરીના દરેક પાના ઉપર વિવિધ વિગતો દર્શાવતી માહિતીને પણ કેસરિયો રંગ આપવામાં આવ્યો છે.

પાલિકાની ડાયરીમાં રાષ્ટ્રીય પાર્ટીઓના નામોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે આ રાષ્ટ્રીય પાર્ટીઓના નામોની યાદીમાં સુરત પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટી છે તેનો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો.

આ મુદ્દે ચેરમેન પરેશ પટેલે જણાવતા કહ્યું છે કે, આ માટે કલેકટર જવાબદાર છે. કલેકટરમાંથી લિસ્ટ આપવામાં આવે છે. કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારીની કચેરીમાંથી આપવામાં આવતા નામો ડાયરીમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં 6 પાર્ટીના નામ આપવમાં આવ્યા છે. પરંતુ પાલિકામાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે તો ડાયરીમાં આમ આદમી પાર્ટીનું નામ હોવું જોઇએ તેને લઇ રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે.

પાલિકાની ડાયરી નવા વર્ષની શરૂઆતમાં જ આપવાની હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીના નગરસેવકો ભાજપમાં જોડાવાની અને ત્યારબાદ ભાજપમાંથી બે નગરસેવકો ફરી આમ આદમી પાર્ટીમાં જોડાવાના ઘટનાક્રમને લઇ ડાયરીમાંથી તેઓના ફોટાને ફેરવવા પડ્યા હતા. જેને લઇ ડાયરી મે મહિનામાં આવી છે. 120 કાઉન્સિલરને ડાયરી વહેંચવાની શરૂઆત થઈ પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *