જો બેંક સાથે જોડાયેલું તમારું કોઈ પણ કામ પેન્ડિંગ હોય તો તે આજે જ પતાવી લેજો કારણ કે આ મહિનાના અંતમાં બેંક સેવાઓ સતત 5 દિવસ સુધી બંધ રહી શકે છે. હડતાળ અને રજાને લઈને 26 થી 30 સપ્ટેમ્બર સુધી બેંકને લગતા કામકાજને અસર પડવાની શક્યતા છે. બેંક કર્મચારીઓના 4 યૂનિયનોએ જાહેર ક્ષેત્રની 10 બેંકોના વિલિનિકરણની જાહેરાતના વિરોધમાં 26 સપ્ટેમ્બરથી 2 દિવસની હડતાળ બોલાવવામાં આવી છે અને તે બાદ તરત જ શનિવાર અને રવિવાર આવે છે.
આ સિવાય 30 સપ્ટેમ્બરે હાફ યર્લી ક્લોઝિંગ છે તેવામાં 30 સપ્ટેમ્બરના રોજ પબ્લિક ડીલીંગ ખૂબ ઓછી કે અમુક જગ્યાએ નહીવત્ થશે. તે પછી 1 ઓક્ટોબરને બાદ કરતા 2 ઓક્ટોબરે ગાંધી જયંતી હોવાના કારણે બેંક બંધ રહેશે. બેંક કર્મચારીઓની 4 યૂનિયનો પબ્લિક સેક્ટરના 10 બેંકોના વિલિનિકરણની જાહેરાતના વિરોધમાં 25 સપ્ટેમ્બરની મધ્યરાત્રીથી 2 દિવસની હડતાળ બોલાવી છે. સાથે જ યૂનિયનોએ બેંકોના વિલિનિકરણની આ યોજના વિરુદ્ધ નવેમ્બરના બીજા સપ્તાહથી અનિશ્ચિતકાળની હડતાળ પર જવાની ચિમકી આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.