હજારો વર્ષો પહેલા પોપકોર્નનો ખાવા માટે નહીં પણ આના માટે ઉપયોગ કરાતો હતો…

Thousands of years ago popcorn was used not for eating but for ...

Published on: 5:42 pm, Thu, 19 September 19

આજકાલ ના સમયમાં  ફિલ્મ જોવા જતી દરેક વ્યક્તિ પોપકોર્ન ખાતી જ હોય છે. પોપકોર્ન વિના તો જાણે ફિલ્મની મજા પણ અધુરી રહી જાય છે. પોપકોર્ન એવું સ્નેક છે જે વિશ્વભરમાં લોકપ્રિય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અંદાજે 4000 વર્ષ પહેલા પોપકોર્નને લોકો ખાતા નહીં પરંતુ તેને સજાવટની વસ્તુ તરીકે ઉપયોગમાં લેતા. તો ચાલો જાણીએ પોપકોર્ન વિશેના આ રોચક તથ્યો વિશે.

સૌથી પહેલા અમેરિકાના મૂળ નિવાસી પોપકોર્ન ખાતા. ત્યારબાદ ત્યાં વસતા યૂરોપીય લોકોએ પણ તેને ખાવાનું શરૂ કર્યું હતું.

પહેલીવાર દુનિયામાં  પોપકોર્ન બનાવતી મશીન 134 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1885માં બની હતી. આ મશીનને અમેરિકામાં રહેતા ચાર્લ્સ ક્રેટરએ બનાવી હતી. જો કે તે સમયે તે મશીનમાં મગફળી શેકવામાં આવતી જ્યારબાદ તેનો ઉપયોગ પોપકોર્ન માટે શરૂ થયો.

જાણીતા ઈતિહાસકાર અંડ્ર્યૂ સ્મિથની નોંધ અનુસાર ચાર્લ્સ ક્રેટર અને તેના સહાયક પોતાનું આ મશીન સૌથી પહેલા 1893ના વર્લ્ડ ફેરમાં લાવ્યા હતા. જ્યાં તે બંને લોકોને સામેથી બોલાવી પોપકોર્ન ચખાડતા હતા અને મશીન સાથે એક બેગ ફ્રીમાં આપવાની ઓફર આપતા હતા. આજે ચાર્લ્સ ક્રેટરની કંપની અમેરિકામાં પોપકોર્ન બનાવવાના મશીન બનાવતી સૌથી મોટી કંપની છે.

પોપકોર્નની શોધ અંદાજે 4000 વર્ષ પહેલા ન્યૂ મેક્સિકોમાં થઈ હતી. તે ચામાચિડીયા રહેતા હોય તેવી ગુફામાંથી મળ્યા હતા. પરંતુ ત્યારે કોઈને ખ્યાલ ન હતો કે તેને ખાઈ પણ શકાય છે. તે સમયે લોકો તેનો ઉપયોગ સજાવટમાં કરવા લાગ્યા. તે સમયે પોપકોર્નના આભૂષણ બનાવી તેને ગળા અને માથા પર પહેરવામાં આવતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.