ગુજરાત(Gujarat): હજુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે તેવી આગાહી(Rain forecast) હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે ફરી ગુજરાતના કેટલાંક જિલ્લાઓને મેઘરાજા ધડબડાટી બોલાવશે. રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આજે આ વિસ્તારોમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા?
જો આજની વાત કરવામાં આવે તો રાજ્યમાં કચ્છ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં સારો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બીજી બાજુ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરાને પણ સારો એવો વરસાદ ખાબકશે. આ સાથે ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસ્યો વરસાદ:
અમે તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 94 તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ સિદ્ધપુરમાં 2 ઈંચ વરસાદ, સતલાસણામાં 2 ઈંચ વરસાદ, અમીરગઢમાં પોણા 2 ઈંચ વરસાદ, દાંતામાં પોણા 2 ઈંચ વરસાદ, પોશીનામાં 1.5 ઈંચ વરસાદ, ઉંઝામાં 1.5 ઈંચ વરસાદ, પાટણમાં 1.5 ઈંચ વરસાદ, વડગામમાં 1.5 ઈંચ વરસાદ, હારીજમાં 1.5 ઈંચ વરસાદ, કઠલાલમાં 1.5 ઈંચ વરસાદ, જોટાણામાં સવા ઈંચ વરસાદ, મોડાસામાં સવા ઈંચ વરસાદ, ધનસુરામાં 1 ઈંચ વરસાદ, ચાણસ્મામાં 1 ઈંચ વરસાદ, મહુધામાં 1 ઈંચ વરસાદ અને મેઘરજમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
નર્મદા નદીની જળસપાટીમાં વધારો થવાથી નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ:
જણાવી દઈએ કે, ભરૂચ પાસે નર્મદા નદીની જળસપાટી વધી 28 ફૂટે પહોંચી ગઈ છે. જયારે નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપરથી જઈ રહી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થવા પામ્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.