1 ઓક્ટોબર 2022 ના રોજ, આફ્રિકન દેશ નાઈજીરિયા(Nigeria) તેનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. રાજધાની અબુજા(Abuja)માં આ કાર્યક્રમની મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આર્મીના પેરાટ્રૂપર્સે(Army Paratroopers) પેરાજમ્પ કરીને દેશવાસીઓને બતાવવું પડ્યું. તેની પ્રેક્ટિસ ચાલુ હતી. પરંતુ આ દરમિયાન મોટી ગડબડ થઇ ગઈ હતી. ખબર નથી કેવી રીતે પરંતુ ઘણા પેરાશુટ લેન્ડિંગ ઝોનની બહાર પડ્યા. તો અમુક પેરાશુટ શેરીઓમાં વૃક્ષો પર અને અમુક બિલબોર્ડ પર પડ્યા હતા.
ઘણા સૈનિકોના પેરાશૂટ ફાટી ગયા હતા.ફાટેલા પેરાશૂટ સાથે કુદ્યા તે અંગે કઈ સમજાતું ન હતું અથવા સબસ્ટાન્ડર્ડ પેરાશૂટ હોવાને કારણે તેઓ હવામાં વિસ્ફોટ થયા. આ અકસ્માત કેવી રીતે થયો તે હાલમાં જાણી શકાયું નથી. ખોટી જગ્યાએ ડ્રોપ કરવામાં આવ્યું હતું. અથવા પવનના પ્રવાહમાં આવી ગયા હશે. અથવા તેઓ લેન્ડિંગ ઝોન જાણતા ન હતા.
Nigerian paratroopers practicing for the Nigerian Independence Day celebrations in Abuja didn’t end very well. #Nigeria pic.twitter.com/hgndLCJvE0
— CNW (@ConflictsW) September 29, 2022
તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ રશિયન ટ્રેનીંગનું પરિણામ છે. કેટલાક લોકો આર્મીના વખાણ કરી રહ્યા છે. કારણ કે આટલા ખરાબ પેરાશૂટથી તે ભીડમાં પણ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ વીડિયોગ્રાબમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નાઈજીરિયન આર્મી ફાટેલા પેરાશૂટની મદદથી કાર ઉપર ઉતરી રહ્યો છે. તેમણે પ્રયાસ કર્યો છે કે, કોઈ નાગરિકને ઈજા ન થાય. તેથી જ તેને કાર પાર્કિંગ વધુ સારી જગ્યા લાગી. કાર પર પડ્યા બાદ જવાન રોડ પર પડ્યો હતો. તેને જોઈને લાગતું હતું કે તેને ઈજા થઈ છે. તેનું પેરાશૂટ પહેલેથી જ ફાટી ગયું હતું.
અહીં તમે જોઈ શકો છો કે બિલબોર્ડની ઉપરથી કેટલા પેરાટ્રૂપર્સ આવી રહ્યા છે, જેમાંથી પ્રથમ બિલબોર્ડ સાથે ટકરાય છે. જોકે, બિલબોર્ડ પર પગ મૂકતાની સાથે જ તેણે પોતાને સંભાળી લીધા અને નીચે કાર પાર્કિંગમાં ઉતરી ગયો. અહીં આ તસવીરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક પેરાટ્રૂપર ઝાડમાં ફસાઈ ગયો છે. જો કે તેને સામાન્ય ઈજાઓ થઈ હતી.પરંતુ તેના લેન્ડીંગને કારણે કોઈને નુકસાન થયું ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.