દેશભરમાં ગાંધી જયંતિ (Gandhi Jayanthi 2022) નિમિત્તે જ્યારે સમગ્ર ભારત મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે અને તેમના પગલે ચાલવાના શપથ લઈ રહ્યા છે, તેવા સંજોગોમાં સંભલમાં ગાંધી જયંતિ નિમિત્તે સપાના નેતાઓની નૌટંકીનો વિડીયો સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક નેતા ગાંધીજીની પ્રતિમા સામે જોર જોરથી રડી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ ગાલિબ ખાન ઓફિસમાં રાખવામાં આવેલી ગાંધી પ્રતિમાને વળગીને ખૂબ રડ્યા હતા. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે આ નેતા બાપુ-બાપુની બૂમ પાડીને તે રડી રહ્યા છે. તેની પાસે ઉભેલા લોકોએ તેને સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બાપુને પકડીને રડતા જ રહ્યા છે.
View this post on Instagram
સપાના નેતા ગાલિબ ખાને કહ્યું કે તેઓ ગાંધીજીના અનુયાયીઓ છે – ‘બાપુ અમારા માટે અંગ્રેજો સાથે લડ્યા હતા. આપણા લોકોની આઝાદ માટે પોતાનું બલિદાન આપ્યું છે. આજે જ્યારે મેં બાપુને જોયા ત્યારે મારાથી સહન ન થયું, હું ભાવુક થઈ ગયો અને તેમને વળગીને રડવા લાગ્યો. મેં પણ તેને મારા દિલની વાત કહી. મેં કહ્યું કે અમે દેશને બચાવવા માટે લડતા રહીશું.
આ વીડિયો સોશિયલ મીડિયા પર બુલેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને ફરી સપાનો ખેલ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ચૂંટણીના આંસુ ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વિડીયો એક વર્ષ પૂર્વે નો છે. ત્યારે પણ આ વિડીયો ખુબ વાયરલ થયો હતો. અને આજે ગાંધી જયંતિના દિવસે ફરીએકવાર સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે.
બાપુની પ્રતિમાને પકડીને રડવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ એસપી નેતાઓના રડતા-રડતા વીડિયો વાયરલ થયા છે. બે વર્ષ પહેલા સપાના પૂર્વ જિલ્લા પ્રમુખ ફિરોઝ ખાન પણ ગાંધી પ્રતિમાને પકડીને આ રીતે રડી પડ્યા હતા. જેના કારણે સપા નેતા ફિરોઝ ખાન પણ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.