તું હી યાર મેરા…! જુઓ વિડીયોમાં કેવી રીતે એક મિત્રએ પોતાના જીગરજાન મિત્રનો જીવ બચાવ્યો

વાયરલ(Viral): આપણે જાતે જ જીવનમાં મિત્રો પસંદ કરીએ છીએ. જો કે મિત્રતાની ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે, પરંતુ કેટલાક મિત્રો જીવનની ઘણી સમસ્યાઓ હલ કરે…

વાયરલ(Viral): આપણે જાતે જ જીવનમાં મિત્રો પસંદ કરીએ છીએ. જો કે મિત્રતાની ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે, પરંતુ કેટલાક મિત્રો જીવનની ઘણી સમસ્યાઓ હલ કરે છે. હાલમાં જ વાયરલ થયેલો આ વિડીયો(Viral video) જોઈને તેનો અંદાજો લગાવી શકાય છે, જેમાં એક છોકરાએ પોતાની ચપળતાથી તેના મિત્રને અકસ્માત(Accident)નો શિકાર થતા બચાવ્યો હતો. આ વિડીયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. કહેવાય છે કે જીવનમાં કેટલાક લોકો એવા હોય છે, જેમની સાથે લોહીનો કોઈ સંબંધ ન હોવા છતાં પણ તે આપણા દિલમાં ખૂબ જ ખાસ હોય છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે છોકરાઓ રસ્તાની બાજુએ ચાલતા જોવા મળી રહ્યા છે, ત્યારે અચાનક સામેથી એક સફેદ રંગની કાર આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ કાર એક છોકરાની એકદમ નજીક પહોંચી જાય છે. દરમિયાન, આંખના પલકારામાં, બીજો છોકરો ઉતાવળમાં તેના મિત્રને કારની સામેથી ખેંચે છે અને તેનો જીવ બચાવે છે. વીડિયોમાં કાર છોકરાને ટક્કર મારવાની હતી કે બીજા છોકરાની સમજણને કારણે આ મોટો અકસ્માત ટળી ગયો.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘only_sarcasm’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘અમૂલ્ય મિત્રતા.’ લોકો આ મિત્રતાને ઈન્ટરનેટ પર ખૂબ લાઈક અને શેર કરી રહ્યા છે. આ મિત્રતાનું ઉદાહરણ આપતા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જે યુઝર્સે વિડિયો જોયો છે તેઓ કોમેન્ટ દ્વારા તેમના પ્રેમને વખાણતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘આ મિત્રતા સાચી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to “તું હી યાર મેરા…! જુઓ વિડીયોમાં કેવી રીતે એક મિત્રએ પોતાના જીગરજાન મિત્રનો જીવ બચાવ્યો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *