ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના હાથ છોડી હર્ષદ રિબડિયા(Harshad Ribadiya)એ ભાજપ(BJP)નો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકાઓ લાગી રહ્યા છે. વિસાવદર(Visavadar)ના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વિજયાદશમીના એક દિવસ અગાઉ જ કોંગ્રેસને મોટો ઝટકો આપી દીધો હતો. ત્યારે હવે આજે તેમણે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ કેસરિયો ધારણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષદ રીબડીયા વર્ષ 2014માં પ્રથમવાર ચૂંટાયા હતા. વર્ષ 1995થી 2007 સુધી વિસાવદર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડુ પાડીને હર્ષદ રીબડીયા કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. હવે આ જ હર્ષદ રીબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય ગયા છે.
40 કરોડની ઓફર વિશે જાણો શું કહ્યું હર્ષદ રીબડીયાએ?
હર્ષદ રીબડીયાએ જણાવતા કહ્યું કે, હું એક ખેડૂતનો દીકરો છું. છાશને રોટલો ખાઈ લવ, માં ભગવતીના સોગંધ ખાઈને કવ છું. મેં એક રૂપિયો લીધો નથી. જે લોકો પૈસાની વાતો કરે છે એને મારો કુદરત પણ નહી છોડે. આ પણ મારું વચન છે.
વધુમાં જણાવતા કહ્યું છે કે, અહેમદ ભાઈ જયારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે અમારી જ પાર્ટીના આગેવાન દ્વારા મારી પાસે મળતિયા મોકલવામાં આવ્યા કે તમે આમાંથી નીકળી જાવ. આ પાર્ટીના જ આગેવાન હતા એના જ મળતિયા હતા. એના દ્વારા જ મને કહેવામાં આવતું હતું. ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિએ મને ઓફર કરી નથી એ વાત હું માતાજીના સોગંદ ખાઈને કહું છું.
વધુમાં જયારે પત્રકારે સવાલ પૂછ્યો કે, શું આગેવાનનું નામ તમે જણાવશો તો તેના જવાબમાં કહ્યું કે, હાલમાં તે આગેવાન આપણી વચ્ચે નથી અને તેનું નામ લવ એ પણ વ્યાજબી નથી. આગામી સમય બતાવશે અને તે હું ત્યારે કહીશ. ત્યારે આ અંગે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, હર્ષદ રીબડીયા દ્વારા આગેવાન પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે રાજીવ સાતવ અને અહેમદ પટેલ પર હોઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.