પક્ષપલટો થતા જ તેવર બદલ્યા! કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યએ કહ્યું, તમારે વોટ આપવો હોય તો આપો; નહિતર…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)ની તારીખો જાહેર થઇ ગઇ છે, તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઇ ગયા છે. ત્યારે આ બધા વચ્ચે  ખેડબ્રહ્મા(Khedbrahma)…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)ની તારીખો જાહેર થઇ ગઇ છે, તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઇ ગયા છે. ત્યારે આ બધા વચ્ચે  ખેડબ્રહ્મા(Khedbrahma) બેઠક પરથી કોંગ્રેસ(Congress)ના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ(Ashwin Kotwal) ભાજપ(BJP)માં જોડાઈને કેસરિયો ધારણ કરી લીધો છે અને સાથે જ ભાજપ દ્વારા તેમને ખેડબ્રહ્માની ટીકિટ પણ આપવામાં આવી છે. આ દરમિયાન તેઓ વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચારમાં સ્થાનિકના પ્રજાલક્ષી કે વિકાસના કોઈ કામો ગામમાં કેમ થયા નથી એવો પ્રશ્ન પૂછવામાં આવતા અશ્વિન કોટવાલ અકળાયા હતા. પ્રશ્ન પૂછનાર મતદારને કોટવાલે જણાવતા કહ્યું કે, હું તેમને જવાબ આપવા બંધાયેલો નથી. વોટ આપવો હોય તો આપો નહીં તો કંઈ નહીં.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ગુજરાતની 182 બેઠકો પર પ્રભારીઓને મુકવામાં આવ્યા છે. જેને કારણે મતદાન બુથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે. પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું જ મોનિટરીંગ કરવામાં આવશે. આ સાથે વોર્ડથી માંડીને બુથ સુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. પ્રદેશ કક્ષાથી લઇને બુથ કક્ષાના કાર્યકરો વચ્ચે સેતુરૂપ ભૂમિકા બંધાશે. તેમજ ભવિષ્યમાં શક્તિ કેન્દ્રના માળખાને પણ વધારે મજબૂત બનાવવામાં આવશે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *