ગુજરાત(Gujarat): રાજ્યની વિધાસભાની ચુંટણી આગામી સમયમાં આવી રહી છે. ત્યારે ચુંટણી પહેલા જ રાજીનામાનો દોર શરુ થઈ ગયો છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(Congress) તથા ભારતીય કોંગ્રેસ સેવાદળના પ્રાથમિક સભ્ય તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ઉપપ્રમુખ તથા સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પદ પરથી યોગેશ આર. પટેલે(Yogesh R Patel) રાજીનામું(Resign) આપી દીધું છે.
ચુંટણી અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામાં પડવા લાગ્યા છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ હર્ષદ રીબડીયાએ કેસરિયો ધારણ કર્યો હતો. ત્યારે હવે વધુ એક કોંગ્રેસ નેતાએ રાજીનામું ધરી દીધું છે. જણાવી દઈએ કે, 10 વર્ષ યુથ કોંગ્રેસ, 12 વર્ષ સુરત શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ અને 3 વર્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ પ્રભારી ઉપપ્રમુખના પદે રહી ચુકેલા યોગેશ આર. પટેલે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ ધરી દીધું છે.
સાથે જ આક્ષેપ કરતા વધુમાં કહ્યું છે કે, છેલ્લા ચાર માસ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળમાં એક વિજય પટેલનામના NGO મેનેજરને કોંગ્રેસ પક્ષમાં જોડે છે અને ત્યાર બાદ 15 દિવસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ પ્રમુખ બનાવવામાં આવે છે. તો જુના માણસોનું શું?
સાથે જ ઉમેરતા કહ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસ સેવાદળની ઘણી મોટી કિંમતની જમીન મિલકતો છે તેના ઉપર કોંગ્રેસના નેતાઓની જરૂર છે જે વેચીને માલ ભેગો કરી લઈએ તેથી જુના સેવાદળના માણસોને આગળ કરતા નથી.વધુમાં આક્ષેપ કરતા તેમણે આ નેતાઓમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી રબારી, ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા વગેરે નેતાઓ આમાં સામેલ છે.
કોંગ્રેસના ક્યાં નેતાએ હર્ષદ રીબડીયાને ભાજપમાં જોડાય જવા માટે આપી હતી 40 કરોડની ઓફર?- જાણો
કોંગ્રેસના ક્યા નેતાએ હર્ષદ રીબડીયાને ભાજપમાં જોડાય જવા માટે આપી હતી 40 કરોડની ઓફર?- જાણો
હર્ષદ રીબડીયા હવે ભાજપના:
ગઈકાલે કોંગ્રેસના હાથ છોડી હર્ષદ રિબડિયાએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકાઓ લાગી રહ્યા છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વિજયાદશમીના એક દિવસ અગાઉ જ કોંગ્રેસને મોટો ઝટકો આપી દીધો હતો. ત્યારે હવે ગઈકાલે તેમણે કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ કેસરિયો ધારણ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.