આબરૂ ગઈ અને સત્તા પણ ગઈ! યુવતી સાથે રોમાન્સ કરતા પકડાયેલા ભાજપના ક્યા દિગ્ગજ નેતાને કરાયા સસ્પેન્ડ- જાણો વિગતવાર

સુરત(Surat): જિલ્લાના બારડોલી(Bardoli) ખાતે ભાજપ(BJP)ના અગ્રણીનો મહિલા સાથેનો બીભત્સ વિડીયો(Viral Video) વાયરલ થયો હતો. જે વિડીયો ને લઈ રાજકારણ ગરમાયું હતું. વાત કરવામાં આવે તો…

સુરત(Surat): જિલ્લાના બારડોલી(Bardoli) ખાતે ભાજપ(BJP)ના અગ્રણીનો મહિલા સાથેનો બીભત્સ વિડીયો(Viral Video) વાયરલ થયો હતો. જે વિડીયો ને લઈ રાજકારણ ગરમાયું હતું. વાત કરવામાં આવે તો બારડોલી તાલુકા પંચાયતના સાશક પક્ષના નેતા અને સુમુલ ડેરીના ડિરેક્ટર અજિત પટેલનો જ વિડીયો વાયરલ થતા ભાજપની છબી ખરડાઈ ગઈ હતી. ત્યારે આજરોજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અજિત પટેલ(Ajit Patel)ને પાર્ટીના પ્રાથમિક તેમજ સદસ્ય પદેથી સસ્પેન્ડ(suspend) કરી દેવામાં આવ્યા છે.

ભાજપ નેતાનો વિડીયો વાયરલ થવાની ઘટના જાણો વિગતવાર:
શહેરના બારડોલી તાલુકાના ખરવાસા ગામના સહકારી અને રાજકીય અગ્રણીનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા ભાજપ અગ્રણી અજીત પટેલનો યુવતી સાથે બિભત્સ વિડિયો વાયરલ થયો હતો. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ભાજપ અગ્રણી ઘરની બહાર મહિલા સાથે ન કરવાની હરકતો કરી રહ્યા છે. જે સમગ્ર રાસલીલા કેમેરામાં કેદ થઈ ગઈ હતીછે. જેનો વિડીયો વાયરલ થતા રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ સર્જાઈ ગયો હતો.

આવું પ્રથમ વખત નથી બન્યું. આ અગાઉપણ અનેક નેતાઓના બિભત્સ હરકતો કરતા વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થયા છે. ત્યારે વધુ એક ભાજપના રંગીલા નેતાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગયો છે. અજીત પટેલ પોતે સુમુલ ડિરેક્ટર અને બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપ અગ્રણી છે.

અજીત પટેલનો એક મહિલા સાથે રંગરેલીયા બનાવતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં પણ સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક મહિલા મોડી રાતના સમયે અર્ધનગ્ન હાલતમાં ઘરની બહાર આવે છે. સાથે આ રંગીલા નેતા પણ આવે છે અને ત્યારબાદ મહિલા ને ભેટી, ન કરવાના કામ કરતા નજરે ચડી રહ્યા છે.

મોડી રાતના સમયે એકલતાનો લાભ લઇ રંગરેલીયા મનાવતા ભાજપ નેતાની આ ઘટનાએ વેગ પકડ્યો છે. સાથોસાથ સૂત્ર દ્વારા માહિતી મળી છે કે, મહિલા પરણીત છે, અને પરણિત મહિલાના પ્રેમમાં પડ્યાની વાત સામે આવી છે.

આવી પહેલી ઘટના નથી, આ પહેલા પણ સોશિયલ મીડિયામાં સત્તા પક્ષના અને વિરોધી પાર્ટીના નેતાઓના અનેક વિડીયો સામે આવ્યા છે. વિડીયો વાયરલ થતાની સાથે આંતરિક જૂથવાદ સપાટી આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણકારોનું માનીએ તો, અજીત પટેલનો આ વિડીયો પણ રાજકીય કિન્નખોરીને ધ્યાનમાં લઇ, પક્ષના જ કેટલાક હિતશત્રુઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોય તેવી અનેક ચર્ચાઓ ચર્ચાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *