છેલ્લા ૭૦ વર્ષથી મંદિરનું ધ્યાન રાખતી વિશ્વની એકમાત્ર શાકાહારી મગરનું મોત, અંતિમ સંસ્કારમાં ભીની આંખે ઉમટી હજારોની ભીડ

કેરળના કાસરગોડમાં શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરનું ધ્યાન રાખતી વિશ્વની એકમાત્ર શાકાહારી મગર બાબિયા નું અવસાન થયું. (Kerala Temple Vegetarian Crocodile Passes Away) અનંતપુરા ગામના મંદિરના તળાવમાંથી બાબિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શાકાહારી મગરનું રવિવારે નિધન થયું હતું.

મંદિરનું ધ્યાન રાખતી બાબિયાની તબિયત થોડા દિવસોથી બગડી હતી. તેણે ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું. મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું કે, મેંગલુરુ પિલીકુલા બાયોલોજિકલ પાર્કના પશુચિકિત્સકો દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. મગર છેલ્લા બે દિવસથી બીમાર હતી. તેને ખાવાનું આપવા માટે બોલાવવામાં આવ્યો પરંતુ બાબયા આવી ન હતી, જ્યારે આ પહેલા જ્યારે પણ મંદિરના પૂજારી તેને બોલાવતા હતા ત્યારે તે ઝડપથી નદીના પગથિયાં પાસે પહોંચી જતી. તેને દિવસમાં બે વખત મંદિરનો પ્રસાદ આપવામાં આવતો હતો.

બાબીયાએ ક્યારેય માંસ ખાધું નથી
દુનિયાના ખતરનાક માંસાહારી પ્રાણી મગરનું માંસ ન ખાવું એ કોઈ ચમત્કારથી ઓછું ન હતું. તળાવમાં રહેતી માછલીઓ અને અળસિયા પણ તેનાથી સુરક્ષિત હતા. બાબિયા 1940 થી કેરળના એકમાત્ર તળાવ મંદિરમાં રહેતી હતી. બાબિયા મંદિરમાં ચઢાવવામાં આવતા “ચોખાના લાડુ” જ ખાતી હતી. ઘણી વખત બાબાની સામે માંસ પીરસવામાં આવતું હતું પરંતુ તેણે ક્યારેય માંસ ખાધું નથી.

ભગવાનની દૂત હતી બાબીયા
લોકો શાકાહારી મગર બાબિયાને ભગવાનનો દૂત માનતા હતા. તે તળાવમાં સ્નાન કરવા માટે ભક્તો પાસે જતી હતી પરંતુ ઇતિહાસમાં તેણે ક્યારેય કોઈ પર હુમલો કર્યો નથી. પરંતુ બીજા કોઈ પ્રેમથી પાસે બોલાવે તો, તે જતી પણ હતી. લોકો બાબીયાની હાજરીમાં પણ નિસંકોચ અને ડર વગર તળાવમાં સ્નાન કરતા હતા.

પુરા માન-સન્માન સાથે થઇ બાબીયાની અંતિમ વિદાય
બાબીયાના મૃત્યુ પર, તેની સંભાળ રાખનારાઓની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, હજારો લોકો તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. લોકો બાબિયાને ખુબ પ્રેમ કરતા હતા. બાબીયાને મંદિર પરિસરમાં જ દફનાવવામાં આવી છે. અને તેને તે જ સન્માન આપવામાં આવ્યું જે એક સંતના મૃત્યુમાં આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *