જોઈ લો… દુનિયાનું સૌથી મોંઘુ મામેરું… એકની એક દીકરીના લગ્નમાં મામાએ ભર્યું કરોડોનું મામેરું- આપી એવી મોંઘી-મોંઘી વસ્તુઓ…

હાલ સમગ્ર દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર લગ્નના વિડીયો અને ફોટા વાયરલ વાઈરલ થતા રહે છે. લગ્નમાં ભાઈઓ બહેનના ઘરે મામેરુ લઈને આવતા હોય છે. મામેરાની વાત આવે એટલે રાજસ્થાનનો નાગૌર જિલ્લો હંમેશા પહેલા જ હોય છે. ત્યારે ફરી એકવાર નાગૌર જીલ્લો મામેરાને લઈને ચર્ચામાં આવ્યો છે.

લગ્નમાં ઘણા રિવાજો હોય છે. આવો જ એક રિવાજ છે મામેરુ, જેને ઘણી જગ્યાએ ‘ભાટ’ પણ કહેવામાં આવે છે. આમાં, ભાઈઓ મામેરુ તેમની બહેનના બાળકો (ભત્રીજા)ના લગ્નમાં લાવે છે. ઘણા લોકો મામેરુ ભરવા માટે એટલા પૈસા ખર્ચે છે કે તે આસપાસના લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે.

લગ્ન માટે પ્રખ્યાત રાજસ્થાન(Rajasthan)નો નાગૌર જીલ્લામાં ત્રણ ખેડૂત ભાઈઓએ તેમની ભત્રીજીના લગ્નમાં 3 કરોડ 21 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે તે થાળીમાં રોકડ લઈને પહોંચ્યા તો બધા જોતા જ રહી ગયા. એટલું જ નહીં, ત્રણેય મામાઓએ દાગીના-કપડાંથી માંડીને અનાજ, ટ્રેક્ટર-ટૂલ, સ્કૂટી સહિતની વસ્તુઓ પણ ભેટ સ્વરૂપે આપી હતી.

આ સમગ્ર ઘટના જિલ્લાના જયલ વિસ્તારના ઝડેલી ગામની છે. ખરેખર, ઘેવરી દેવી અને ભંવરલાલ પોટલિયાની પુત્રી અનુષ્કાના ગઈકાલે બુધવારે લગ્ન હતા. આ દરમિયાન અનુષ્કાના દાદા ભંવરલાલ ગરવા, જે બુરડી ગામના રહેવાસી છે. તેમના ત્રણ પુત્રો હરેન્દ્ર, રામેશ્વર અને રાજેન્દ્ર મામેરામાં કરોડો રૂપિયા લઈને પહોંચ્યા હતા.

પિતાનું આ સન્માન જોઈને ઘેવરી દેવી અને તેમના પરિવારની આંખોમાં આંસુ આવી ગયા હતા. બીજી તરફ પિતાએ કહ્યું કે, તે પરિવારમાં એકમાત્ર પુત્રી છે અને તેના નસીબને કારણે મારા ત્રણ પુત્રોને આટલું બધું મળ્યું છે.

થાળીમાં 81 લાખ રૂપિયા રોકડા 
આ દરમિયાન થાળીમાં 81 લાખ રૂપિયા રોકડા મુકવામાં આવ્યા હતા. અનુષ્કાના મામા-દાદા પોતે થાળી માથા પર લઈને લગ્નમાં પહોંચ્યા હતા. આ થાળીમાં 500-500 રૂપિયાની નોટોના બંડલ રાખવામાં આવ્યા હતા. અહીં 81 લાખ રૂપિયા ઉપરાંત, સાડા 16 વીઘા ખેતીની જમીન, નાગૌર રિંગ રોડ પર લગભગ 30 લાખ રૂપિયાનો પ્લોટ, 41 તોલા સોનું અને 3 કિલો ચાંદીના ઘરેણા પણ મામેરામાં આપવામાં આવ્યા હતા.  આ ઉપરાંત, તેમણે અનાજની બોરીઓથી ભરેલી એક નવી ટ્રેક્ટર-ટ્રોલી અને એક સ્કૂટી પણ ભેટમાં આપી. આ મામેરું જોઈને ત્યાં હાજર લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

સમાજ અને પંચ-પટેલોની હાજરીમાં જમીનના તમામ દસ્તાવેજો દીકરીના પરિવારજનોને માવતરે આપી દીધા હતા. તે જ સમયે, ત્રણેય ભાઈઓએ બહેનના સાસરિયાના દરેક સભ્યને ચાંદીના સિક્કા પણ આપ્યા. આ સિક્કાઓ પણ થાળીમાં સજાવીને લાવવામાં આવ્યા હતા. ભાઈઓનો આ પ્રેમ જોઈને એકમાત્ર બહેન ઘેવરી દેવીની આંખોમાં આંસુ આવી ગયા.

ઘેવરી દેવીના પિતા ભંવરલાલ ગરવાએ જણાવ્યું કે, તેમની પાસે લગભગ 350 વીઘા ખેતીની જમીન છે. તે જ સમયે, ઘેવરી તેના ત્રણ પુત્રો હરેન્દ્ર, રામેશ્વર અને રાજેન્દ્ર વચ્ચે એકમાત્ર પુત્રી છે. તે મને ભગવાને આપેલી ભેટ છે. બહેન, દીકરી અને વહુથી મોટી કોઈ સંપત્તિ નથી. પૂર્વજોનો જૂનો ઈતિહાસ છે કે, બહેન-દીકરીના સાસરે મામેરું ખુલ્લા દિલે ભરાઈને તેમની તકલીફમાં તારણહારની જેમ ઊભી રહે. તેથી જ મારી સંમતિથી જ દીકરાઓએ બહેનની ખુશી માટે આ મામેરું ભર્યું છે.

શું હોય છે મામેરું…
બહેનના બાળકોના લગ્ન પર મામા દ્વારા મામેરું ભરાય છે. તેને સામાન્ય રીતે ‘ચોખા’ પણ કહેવામાં આવે છે. આ વિધિમાં માતૃપક્ષે બહેનના બાળકોને કપડાં, ઘરેણાં, પૈસા અને અન્ય વસ્તુઓ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *