“દીકરી એટલે વહાલનો દરિયો” આ કહેવતને સાર્થક કરતા ભાવનગરના બે ઉદ્યોગપતિઓ એ પિતા વિહોણી 551 દીકરીઓના પાલક પિતા બનવાનું ઝડપ્યું છે. ભાવનગરના યુવા ઉદ્યોગપતિઓ દિનેશભાઈ લખાણી અને સુરેશભાઈ લખાણીએ પાપા ની પરી સર્વજ્ઞાત સમૂહ લગ્ન ઉત્સવ 2022 માં પિતાની છત્ર છાયા ગુમાવનાર 551 દીકરીઓના લગ્ન કરાવવાનું ભવ્ય આયોજન કર્યું છે.
મારુતિ ઇમ્પેક્ષ (Maruti Impex) નામની કંપનીથી દેશ વિદેશમાં હીરા કારોબાર સાથે જોડાયેલા બંને ભાઈઓ ભાવનગર ના ભોજપરા (Bhojapara, Bhavnagar) ગામના વતની છે. મારૂતિ ઇમ્પેક્ષ પરિવાર, ભાવનગર, સામાજીક પ્રવૃત્તિનાં ભાગરૂપે દર વર્ષે,પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીનું સ્વાભિમાન જળવાય તે રીતે પરંપરાગત સંપૂર્ણ કરિયાવર સાથે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે. કારતક સુદ તેરસને 6 નવેમ્બર ના રોજ ભાવનગરના જવાહર મેદાનમાં ભવ્ય લગ્ન ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી પણ હાજર રહેનાર છે.
મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન દ્વારા પાપાની પરી થીમ હેઠળ આ લગ્ન ઉત્સવ આયોજિત કરાયો છે. જેમાં સર્વજ્ઞાતિય અને અલગ અલગ ધર્મના 551 યુગલ ગૃહસ્થાશ્રમમાં પગલું માંડશે. આ ભવ્ય લગ્નોત્સવમાં ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સહિતના રાજશ્રી મહાનુભવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિસ્તારના તમામ પક્ષના નેતાઓ, સાધુ સંતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આમ આ લગ્નોત્સવ રાષ્ટ્રપ્રેમ અને ધર્મસત્તાનો મેળાવડો બનવા પામશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.