આપણે સૌ જાણીએ છીએ કે, છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel)ના તોતિંગ ભાવ જનતાના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન લોકો એક રાહતની નજરે સરકાર સામે જોઈ રહ્યા છે કે દિવાળી(Diwali 2022)ના સમયે સરકાર પેટ્રોલ ડિઝલના ભાવમાં થોડી રાહત આપી શકે છે. પણ માઠા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે દિવાળી પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થશે નહિ.
ત્યારે આ અંગે કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને અરવલ્લીમાં મીડિયા સાથે કરેલી વાતચીમાં કહ્યું હતું કે, દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલમાં કોઈ પણ પ્રકારની રાહત આપી શકાય તેમ નથી. કારણ કે, ઉત્પાદનકારી દેશો અપ્રાકૃતિક દબાણ વધારી રહ્યા છે. જેના કારણે કાચું તેલ જ ખૂબ જ મોંઘું મળી રહ્યું છે. વધુમાં જણાવતા કહ્યું છે કે, તેલના ભાવો ઘટાડવા માટે ભારત સતત ઈંધણ ઉત્પાદક દેશો પાસે માંગ કરી રહ્યું છે.
મંત્રીના આ નિવેદનથી તો એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે, જ્યાં સુધી આંતરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ભડકે બળતા રહેશે ત્યાં સુધી કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે ઈંધણના ભાવ ઘટાડશે નહિ તેવું લાગી રહ્યું છે એટલે કે, દિવાળીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે તેવી આશા માંડીને બેઠેલા લોકોને ફટકો પડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના હાલમાં તો કોઈ ભાવ ઘટવાના એંધાણ દેખાઈ રહ્યા નથી. સાથે જ મોંઘવારી પણ સતત વધી રહી છે. જેને કારણે સામાન્ય જનતાને ખુબ જ મુશ્કેલી વેઠવાનો સમય આવી ગયો છે. સતત બધી વસ્તુમાં ભાવ વધારાને કારણે લોકોના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.