ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમ ભારતમાં લગભગ પાંચ વર્ષ પહેલા લાગુ કરવામાં આવી હતી, પરંતુ આજે પણ તે વારંવાર ચર્ચાનો વિષય બને છે. હવે રોટલી-પરોઠા(Rotli-Paratha) સાથે જોડાયેલો એક નવો મામલો સામે આવ્યો છે. ભૂતકાળમાં પણ રોટલી-પરોઠા પરના GSTને લઈને પ્રશ્નો ઉભા થયા છે. તેથી જો તમે તૈયાર-કુક પરોઠા ખાવાના શોખીન છો, તો તમારે તેના પર ઘણો ટેક્સ ચૂકવવો પડશે.
તૈયાર રોટલી પર 5 ટકા GST અને પરાઠા પર 18 ટકા GST:
વાસ્તવમાં, ગુજરાતની એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ(AAAR) એ તૈયાર-ટુ-કુક એટલે કે ફ્રોઝન પરોઠા પર 18 ટકા GST વસૂલવાના નિર્ણયને મંજૂરી આપી છે. સાથે જ રોટલી પર માત્ર 5 ટકા ટેક્સ લાગશે. આ નિર્ણય અરજદાર અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. અહીં પરોઠાના વ્યવસાય સાથે જોડાયેલી કંપનીઓનું કહેવું છે કે રોટલી કરતાં પરાઠા પર વધુ જીએસટી ન લગાવવો જોઈએ કારણ કે બંને ઘઉંના લોટમાંથી બને છે. તેમનું કહેવું છે કે બંને પર સમાન રીતે ટેક્સ લાગવો જોઈએ.
‘પરાઠા રોટલીની શ્રેણીમાં આવે છે’
અરજદારે કહ્યું કે, તેમની કંપની 8 પ્રકારના ફ્રોઝન પરાઠા બનાવે છે, જેમાં મલબાર પરોઠા, મિક્સ પરોઠા, વેજ પરોઠા, ડુંગળીના પરોઠા, સાદા પરોઠા, આલૂ પરોઠા, લચ્છા પરોઠાનો સમાવેશ થાય છે. આમાં મુખ્યત્વે લોટનો ઉપયોગ થાય છે. અરજદારે દલીલ કરી હતી કે, તે રોટલીની શ્રેણીમાં આવે છે કારણ કે તેમાં માત્ર લોટ, તેલ, શાકભાજીનો જ કાચા માલ તરીકે ઉપયોગ થાય છે અને તેઓ એવા પરાઠા વેચે છે જેને લોકો પોતાના ઘરે લઈ જઈને તેને ગરમ કરીને ખાઈ શકે છે. અહીં કોઈ SGST અથવા CGST વસૂલવો જોઈએ નહીં.
‘એક રીતે પરાઠા લક્ઝરીની શ્રેણીમાં આવે છે’
તેના પર ગુજરાત GST ઓથોરિટીએ કહ્યું કે, પરોઠા અને રોટી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી વગર રોટલી ખાઈ શકો છો, પરંતુ તેના વગર પરોઠા બનતા નથી, કારણ કે ઘી કે બટર પરોઠા લક્ઝરીની શ્રેણીમાં આવે છે, તેથી તેના પર 18 ટકા ટેક્સ વસૂલવો વ્યાજબી છે.
અંગ્રેજોએ પણ ખાદ્યપદાર્થો પર ટેક્સ લગાવ્યો ન હતોઃ કેજરીવાલ
અહીં હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણયને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે- અંગ્રેજોએ પણ ખાવા-પીવા પર ટેક્સ લગાવ્યો ન હતો. આજે દેશમાં મોંઘવારીનું સૌથી મોટું કારણ કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલ આટલો બધો GST છે. તેમાં ઘટાડો થવો જોઈએ અને લોકોને મોંઘવારીમાંથી મુક્તિ મળવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.