વર્ષોથી કરી રહ્યો હતો આર્મીમાં જવાની તૈયારી, તક ન મળતા યુવકે ‘લવ યુ આર્મી’ લખીને દુનિયાને કહી દીધું અલવિદા

શિવપુરી(Shivpuri): મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શિવપુરી જિલ્લામાં એક યુવકે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. તે ઘણા વર્ષોથી આર્મીમાં જોડાવાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ, જ્યારે આર્મીમાં…

શિવપુરી(Shivpuri): મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શિવપુરી જિલ્લામાં એક યુવકે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. તે ઘણા વર્ષોથી આર્મીમાં જોડાવાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ, જ્યારે આર્મીમાં ન જોડાય શક્યો ત્યારે તેણે ‘લવ યુ આર્મી’ લખીને પોતાનો જીવ આપી દીધો. તેણે સુસાઈડ નોટમાં પરિવારજનોની માફી પણ માંગી છે.

તેનો મૃતદેહ ઘરથી થોડે દૂર એક ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસે યુવકનો મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવકે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં ભગવાન શિવ પાસે દયાની વિનંતી કરી છે. તેનું સોશિયલ મીડિયા સ્ટેટસ પણ હવે વાયરલ થઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, 28 ફેબ્રુઆરીના રોજ પોલીસને માહિતી મળી હતી કે, કરોંડી ગામમાં એક છોકરાની લાશ ઝાડ પર લટકેલી છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને નીચે ઉતારી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. તપાસમાં જાણવા મળ્યું કે, યુવકનું નામ કેદાર પાલ છે અને તેની ઉંમર 22 વર્ષ છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મળી આવી સુસાઈડ નોટ 
મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “મારા તમામ આર્મી ભાઈઓને જય હિંદ. છેલ્લા ઘણા દિવસોથી હું મારી જાતને સંભાળી શકતો નથી. એ જ વસ્તુ મને દિવસ-રાત સતાવી રહી છે. આ વખતે પણ હું આર્મીમાં ફોર્મ ભરી શક્યો નથી. હું છેલ્લા ઘણા વર્ષોથી આર્મી માટે તૈયારી કરી રહ્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. હું મારી જાતને સંભાળી શકતો નથી. LOVE YOU ARMY, માતા મને માફ કરજો, love you maa…જય હિંદ ભાઈઓ…”

ભગવાન ભોલેનાથને અપીલ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક કેદાર પાલે આપઘાત કરતા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા સ્ટેટસ પોસ્ટ કર્યા હતા. એક સ્ટેટસમાં તેણે ભગવાન ભોલેને દયા કરવા વિનંતી કરી હતી. કેદારને બે ભાઈ અને બે બહેનો છે. પિતા ખેતી કરે છે. તાજેતરમાં તેણે SSD-GDની પરીક્ષા આપી હતી. તેનું પરિણામ હજુ બહાર આવ્યું નથી. મિત્રએ જણાવ્યું કે, તેણે આ પગલું વધારે ઉંમરના કારણે લીધું હતું.

4 મહિનાના તફાવતને કારણે ભરી શકાયું નથી ફોર્મ
અગાઉની સૈન્ય ભરતી નીતિ મુજબ, મહત્તમ વય 23 વર્ષ રાખવામાં આવી હતી, જેને બદલીને અગ્નિવીરની ભરતી શરૂ કરવામાં આવી હતી. જેમાં મહત્તમ ઉંમર 17 વર્ષથી 21 વર્ષ રાખવામાં આવી છે. આ જ કારણ હતું કે કેદાર તેની ઉંમરને કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેમની જન્મ તારીખ 30 જૂન 2002 હતી. અગ્નિવીરની ભરતી જુલાઈમાં બહાર આવી હતી. આ માટે, 1 ઓક્ટોબર 2002 થી 1 એપ્રિલ 2004 સુધીની જન્મતારીખ ધરાવતા યુવાનો ભરતીમાં જોડાવા માટે અરજી કરી શકે છે. ચાર મહિનાના ગેપને કારણે કેદાર સેનામાં ભરતીનું ફોર્મ ભરી શક્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *