8 માસની ગર્ભવતી મૃતક પુત્રવધૂનું પેટ કાપીને સાસરિયાઓએ ગર્ભમાંથી બાળકને બહાર કાઢ્યું હતું. આ માટે સ્મશાનમાં સફાઈ કામદારને બોલાવવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મૃતકની માતા વીડિયો લઈને પોલીસ સ્ટેશન પહોંચી.
જબલપુરમાં એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં સાસરિયાઓએ 8 મહિનાની સગર્ભા પુત્રવધૂનું પેટ ચીરી બાળકને બહાર કાઢ્યું હતું. આ કામ સ્મશાનમાં સફાઈ કામદાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેણે બ્લેડ વડે મૃત મહિલાનું પેટ ફાડયું હતું. તમને જણાવી દઈએ કે, બાળકનું પણ મોત થયું હતું. બાળકનો મૃતદેહ પેટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પુત્રવધૂના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાળકને સ્મશાનગૃહમાં અલગથી દફનાવવામાં આવ્યું હતું.
એસપી ઓફિસમાં ફરિયાદ લઈને પહોંચેલી મૃતકની માતા ગૌરા બાઈએ જણાવ્યું કે, 25 વર્ષની પુત્રી રાધાના લગ્ન 24 એપ્રિલ 2021ના રોજ ગોપી પટેલ સાથે થયા હતા. લગ્ન બાદથી જ સાસરીયાઓ દહેજ માટે બાઇકની માંગણી કરતા હતા. પુત્રી રાધા 8 માસની ગર્ભવતી હતી. 17 સપ્ટેમ્બરના રોજ શંકાસ્પદ સંજોગોમાં તેમનું મૃત્યુ થયું હતું. ગૌરા બાઈએ બુધવારે ફરિયાદ સાથે પુત્રીનું પેટ ફાડી નાખતો વીડિયો પોલીસને આપ્યો છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે કાયદાકીય સલાહ લઈ રહ્યા છે.
સફાઈ કામદારે પેટ પર અનેક વાર બ્લેડ મારી હતી
માતા ગૌરા બાઈ કહે છે કે સાસરિયાઓના કહેવાથી અમે પણ સ્મશાન પહોંચ્યા. ત્યાં સાસરિયાઓએ સફાઈ કામદારને બોલાવ્યો હતો. સફાઈ કામદાર વડે દીકરીનું પેટ ચીરાવ્યું. ત્યાં કોઈએ તેનો વીડિયો બનાવ્યો. સફાઈ કામદારે એક પછી એક અનેક વખત પેટમાં બ્લેડ મારી બાળકને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બાળક નાળ સાથે બહાર આવ્યું. આ પછી, નાળ કાપીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. બાદમાં પુત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, મૃત શિશુના મૃતદેહને નજીકમાં દફનાવવામાં આવ્યો હતો.
બાળકને માતાના મૃત શરીરથી અલગ કરવા માટે આ માન્યતાઓ…
જ્યારે સગર્ભા સ્ત્રીનું મૃત્યુ થાય છે ત્યારે બાળક પણ મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં મહિલાના ગર્ભમાંથી બાળકને કાઢી લીધા બાદ બંનેના અલગ-અલગ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેની પાછળ કેટલીક ધાર્મિક માન્યતાઓ છે. ઉજ્જૈનના પં. રાજેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, પુરાણ અને સંહિતામાં ઉલ્લેખ છે કે માતા અને બાળકના અગ્નિસંસ્કાર અલગ-અલગ કરવા જોઈએ. બંનેનો અગ્નિસંસ્કાર એક જ ચિતા પર ન કરવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.