નાણામંત્રી(Finance Minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)નું કહેવું છે કે ભારતીય રૂપિયો(Indian rupees) ગગડી રહ્યો નથી, પરંતુ ડૉલર(Dollar) મજબૂત થઈ રહ્યો છે. નાણામંત્રી આ દિવસોમાં અમેરિકાની મુલાકાતે છે. વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને રૂપિયો ગગડી રહ્યો છે તે અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત કહી.
નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક (RBI) રૂપિયાના ઘટાડાને રોકવા માટે શ્રેષ્ઠ પગલાં લઈ રહી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણામંત્રીને રૂપિયાના અવમૂલ્યનને કારણે આવનારા દિવસોમાં આવનારા પડકારો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો.તેમજ પૂછવામાં આવ્યું હતું કે તેને વધુ તૂટવાથી બચાવવા માટે સરકારનો શું હેતુ છે.
રૂપિયો નથી ગગડી રહ્યો:
નાણામંત્રીએ કહ્યું કે, “રૂપિયો નથી ગગડી રહ્યો, પરંતુ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. ડોલરની બાજુમાં અન્ય તમામ કરન્સીની સ્થિતિ સમાન છે. તેમણે કહ્યું કે ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને પ્રદર્શન અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓના ચલણ કરતાં વધુ સારું રહ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, આરબીઆઈ સતત પ્રયાસ કરી રહી છે કે ચલણને લઈને વધુ પડતી અસ્થિરતા ન સર્જાય. આરબીઆઈનો પ્રયાસ બજારમાં હસ્તક્ષેપ કરીને રૂપિયાના મૂલ્યને સુધારવા સાથે સંબંધિત નથી.
રૂપિયો ઓલ ટાઈમ લો:
નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે. શુક્રવારે રૂપિયો 8 પૈસા ઘટીને 82.32 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો હતો. આ ત્યારે છે જ્યારે ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે. બીજી તરફ, ગુરુવારે ડોલર સામે રૂપિયો 82.24 ના સ્તર પર બંધ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.