કહેવાય છે ને કે ‘કોઠીમાં દાણા અને ખિસ્સામાં નાણાં કોઈ દિવસ ન ખૂટવા દે એ માં મોગલ’. માં મોગલ એ તો પોતાના કેટલાય ભક્તોના દુઃખ દૂર કર્યા છે.માં મોગલ ના પરચા ઉપર અપરંપાર છે. માં મોગલે કેટલાય ભક્તોની મોટી મોટી બીમારીઓથી બચાવ્યા છે ત્યારે ઘણીવાર તો ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુ:ખ આવે છે, ત્યારે માં મોગલ ને અચૂક યાદ કરે છે. એવામાં જ એક માનતા પૂરી કરવા માટે એક દંપતી મુંબઈથી પોતાની માનતા પૂરી કરવા કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં મોગલના દ્વારા આવી પહોંચે છે.
મુંબઈના રહેવાસી વિશ્રામભાઈ કે જેઓ પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ સ્થિત મોગલ ધામે આવ્યા ત્યારે સૌ કોઈ જાણે છે કે માં મોગલ ના સાનિધ્યમાં સાક્ષાત બિરાજમાન એવા મણિધર બાપુના એ દંપતીએ આશીર્વાદ લીધા. મણિધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે તેમણે જણાવ્યું કે તેમના ગામમાં ઘણા સમય પહેલા ચોરી થઈ હતી. તેમની કેટલીક વસ્તુઓ પણ ચોરી થઈ ગઈ હતી, જે વસ્તુઓ પરત મળી જશે ત્યારે માં મોગલના ચરણોમાં 51 હજાર રૂપિયા ધરીશું અને માં મોગલ એ એવો ચમત્કાર બતાવ્યો કે થોડા જ દિવસોમાં તેમની બધી વસ્તુઓ તેમને પરત મળી ગઈ અને તેમણે કહ્યું કે માં મોગલ અમારી માંગણી સ્વીકારી તેથી અમારી માનતા પૂરી કરવા અહીં આવ્યા છીએ.
મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે બેટા આ કોઈ ચમત્કાર નથી. આ તો તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે અને કોઈ દિવસ અંધશ્રદ્ધામાં આવશો નહીં માત્ર માતાજીની પૂજા અર્ચના કરો તે જ તમને ફળશે. આસ્થાથી અને સાચા દિલથી માં મોગલ ની માનતાઓ માનો તો માં મોગલ અવશ્ય પૂર્ણ કરે છે. અશક્ય ને પણ શક્ય કરી બતાવે એ માં મોગલ.
માં મોગલ તો દુઃખ હરનારી માતા છે. તેમની કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેને મણીધર બાપુએ 51 હજાર રૂપિયામાં એક રૂપિયા ઉમેરીને યુવકને પરત આપ્યા અને કહ્યું કે બેટા તારી માનતા 151 ગણી સ્વીકારી છે અને આ પૈસા તારી પત્ની અને તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ તો આપવા વાળી બાઈ છે તેથી જ તો કહેવાય છે કે આપે એ આઈ અને માગે એ બાઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.