બોટાદ જિલ્લાનું વિશ્વપ્રસિદ્ધ ધામ એટલે સાળંગપુર… ગુજરાતના સાળંગપુર સ્થિત હનુમાનજી મંદિરમાં દરરોજ સેકંડો ભક્તો શ્રીજીના ચરણે આવે છે. ત્યારે દિવસેને દિવસે સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોનો ઘસારો વધી રહ્યો છે. આવનારા સમયમાં સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુર નામથી પણ જગ પ્રસિદ્ધ થશે.
ત્યારે ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રોજેક્ટ અંતર્ગત સુપ્રસિદ્ધ તીર્થ સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. જેનું મુખ ગઈકાલે રાત્રે જ સારંગપુર ખાતે આવ્યું હતું. ત્યારે દાદાના મુખનું વિધિવત પૂજન કરીને આરતી ઉતારવામાં આવી હતી.
સારંગપુરમાં નિર્માણ પામેલી દાદાની 54 ફૂટ ઊંચી મૂર્તિના ભક્તો દૂર દૂરથી દર્શન કરી શકશે. હાલ કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત અને કાર્યરતો થઈ રહ્યા છે. જેને લઈને દાદાના દર્શને આવતા ભક્તો વધુ ધન્યતા અનુભવે… અહીં આવતા સેકડો ભક્તોમાં હરખની હેલી જોવા મળે છે.
સારંગપુર ગામમાં દાદાની 54 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર થઈ રહી છે. તે મૂર્તિનો મુખ ભાગ અને છાતીનો ભાગ કુંડળધામ આવી પહોંચતા સંતો અને મહંતો દ્વારા દાદા ની મૂર્તિનું વિધિવત પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી. ત્યાર પછી સાળંગપુર પહોંચી હતી.
સાળંગપુર ધામમાં દરરોજ સેકડો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી દર્શને આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સાળંગપુર મંદિર ફક્ત ધામ જ નહીં પરંતુ એક પર્યટક સ્થળ બનવા વિકસી રહ્યું છે. આ વિચાર અંતર્ગત દાદાની 54 ફૂટની વિરાટ બોર્ડની મૂર્તિ નું કાર્ય જોર શોર માં ચાલી રહ્યું છે. આ પહેલા દાદાની મૂર્તિનો છાતીનો ભાગ આવી પહોંચ્યો હતો. ત્યારે દાદા નો મુખ અને અન્ય ભાગ આવતા તેમનું વિધિવત પૂજન થઈ આરતી થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.