સુરત(Surat): હાલ શહેરમાંથી સંબંધોને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, સુરતના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં કિશોર વયની યુવતી સાથે તેના જ મોટા પપ્પાએ છાતીના ભાગે સ્પર્શ કરી અડપલા કર્યા હતા. જેના કારણે કિશોરી ડઘાઈ ગઈ હતી. બાદમાં કિશોરીના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કિશોરીની માતા દૂધ લેવા ગઈ હતી:
મળતી માહિતી અનુસાર, આ કિશોરી સુરતના ડિંડોલી વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. ત્યારે કિશોરીના પિતા કોઈક કામથી બહાર ગયા હતા. આ દરમિયાન ઘરે કિશોરીની માતા તથા બંને બાળકો ઘરે હતા. તે વખતે રાત્રિના સવા નવેક વાગ્યાના સુમારે કિશોરીની માતા બંને બાળકોને હું દૂધ લઇને આવું છું તેમ કહીને તેમની સોસાયટીના નાકે આવેલી દુકાન ઉપર દૂધ લેવા ગયા હતા. દૂધ લઇને ઘરે પરત આવ્યા ત્યારે તેમનો સગો જેઠ સગીર વયની પોતાની દીકરી સાથે અડપલા કરતો હોવાનું તેણે જોયું હતું.
ઘરના દાદર પર છેડતી કરી:
કિશોરીના મમ્મીનો જેઠ સંતોષ જગતરાવ સિરૂડ મકાનના દાદર ઉપર કિશોરી(17) સાથે તેના રૂમની ખુલ્લી બારીમાંથી બંને હાથ નાખી છોકરી નેહાની છાતી પકડી પોતાની તરફ ખેંચવા લાગ્યો હતો. તે જ સમયે કિશોરીની માતા અને તેમની જેઠાણી બંને ઘરે આવતા સંતોષની આ કરતુત તેઓ જોઈ ગયા હતા. તેમજ કિશોરી પણ ખુબ જ ડઘાઈ ગઈ હતી.
આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી:
આ પછી માતા તથા તેની જેઠાણી છોકરીને છોડાવતા હતા પરંતુ તે નરાધમ છોકરીને છોડતો ન હતો. તે વખતે કિશોરીના પિતા પણ આવી જતા સંતોષને ધક્કો મારી છોકરીને છોડાવી હતી. બાદમાં કિશોરીના માતા-પિતા દ્વારા આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેથી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી આ નરાધમની ધરપકડ કરી છે. હાલ આ અંગે વ્દ્ધું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.