સુરતમાં 15 વર્ષીય કિશોર ન્હાવા ગયો અને તેની પાછળ જઈને યુવકે જ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુરત(Surat): શહેરના સલાબતપુરા(Salabatpura) વિસ્તારમાં રવિવારના રોજ  સાંજે 15 વર્ષીય કિશોર ઘર પાસેના સુલભ શૌચાલય(Sulabh Sauchalay)માં ન્હાવા માટે ગયો હતો. આ સમય દરમિયાન તેની પાછળ જઈ 20 વર્ષીય પરિચિત યુવક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરવામાં આવ્યું હતું. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 20 વર્ષના પરિચિત લવરમૂછિયાની સલાબતપુરા પોલીસ દ્વારા ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

વોચમેનને શંકા જતા સમગ્ર મામલો સામે આવ્યો:
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સુરત શહેરના સલાબતપુરા તારવાડી મસ્જીદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો 15 વર્ષના કિશોર રવિવારના રોજ સાંજે 4.30 વાગ્યાના અરસામાં ઘર પાસેના સુલભ શૌચાલયમાં ન્હાવા માટે ગયો હતો. તેને અંદર જતો જોઈ તેના ઘર પાસે જ રહેતો અને પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી (ઉ.વ.20) પણ તેની પાછળ આવ્યો હતો.

પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી તેની પાછળ જઈને કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. કિશોરની પાછળ લબરમૂછિયાને જતો જોઈને સુલભ શૌચાલયના વોચમેનને શંકા ગઈ હતી. જ્યારે વોચેમેને અંદર જઈ તપાસ કરવામાં આવતા લબરમૂછિયા સાહેલ ઉર્ફે સન્નીની કરતૂતનો પર્દાફાશ થયો હતો.

વોચમેન દ્વારા આ અંગે પરિવારને જાણ કરવામાં આવી:
સમગ્ર બનાવ અંગે વોચમેને કિશોરના પિતાને જાણ કરવામાં આવતા તેમણે પરિવારના સભ્યો સાથે વાતચીતો કરી હતી. ત્યાર પછી ગત મોડીરાત્રે સાહેલ ઉર્ફે સન્ની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *