મેક્સિકો (Mexico)માં દુર્ઘટનાનો ભોગ બનેલી કાર્ગો ટ્રેનની ભયાનક તસવીર સામે આવી છે. વાસ્તવમાં, આ ટ્રેન એક ફ્યુઅલ (પેટ્રોલ) ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે આખા રેલ્વે ટ્રેકમાં આગ(fire) લાગી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાઈ છે કે, આગમાં લપેટાયેલી ટ્રેન પાટા પર ઝડપથી દોડી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, આ ભીષણ આગના કારણે આસપાસના લગભગ એક ડઝન ઘર બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગે અગુઆસ્કેલિએન્ટેસ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, બચાવ કાર્યકરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં. પુરપાટ ઝડપે દોડતી ટ્રેનની આસપાસ કાળો ધુમાડો દેખાય છે. અગુઆસ્કેલિએન્ટેસ ફાયર ચીફ મિગુએલ મુરિલોએ જણાવ્યું હતું કે, ટેન્કર ઓવરપાસ સાથે અથડાયા બાદ અને નજીકના રહેણાંક વિસ્તારમાં આગ લાગી જતાં 800 થી 1,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
12 લોકોને ઘરોમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને કોઈને ઈજા થઈ ન હતી. જોકે, એક વ્યક્તિને ધુમાડો શ્વાસમાં લેવાથી નાની અસર થઈ હતી. તેમણે કહ્યું કે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના વિડીયોમાં આ ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.