દીકરી દિલનો દીવો: 130 વર્ષ બાદ પરિવારમાં લક્ષ્મી સ્વરૂપ દીકરીનો જન્મ થતા પરિવારે કર્યા વધામણાં

હાલમાં મોટાભાગના લોકો લક્ષ્મી તેમજ દેવીશક્તિ સમાન ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ તથા માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે. શિક્ષિત તથા સમજુ લોકો દીકરીના જન્મને દીકરાની…

હાલમાં મોટાભાગના લોકો લક્ષ્મી તેમજ દેવીશક્તિ સમાન ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ તથા માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે. શિક્ષિત તથા સમજુ લોકો દીકરીના જન્મને દીકરાની જેમ જ હર્ષભેર ઉજવી રહ્યા છે. આટલું જ નહીં દીકરીનું પણ દીકરાની જેમ જ પાલન-પોષણ કરે છે.

આજે પણ દેશ અને દુનિયામાં એવા લોકો છે જે પુત્રના જન્મ પર ખુશી અને પુત્રીના જન્મ પર શોક મનાવવા લાગે છે. પરંતુ નવીનતમ સમાચાર મિશિગનના છે. અહીં જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે ખૂબ જ ઉજવણી થાય છે. આ પરિવારમાં લગભગ 130 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો છે.

કેરોલીન અને એન્ડ્રુ ક્લાર્ક નામના દંપતીએ બે અઠવાડિયા પહેલા લક્ષ્મી સ્વરૂપ ઓડ્રીનું તેમના ઘરમાં સ્વાગત કર્યું હતું. દાંપત્યજીવનમાં ઓડ્રીનું આગમન તેમના માટે એક નવા ચેપ્ટરથી ઓછું નથી કારણ કે 1885 પછી ઓડ્રી ખરેખર એન્ડ્રુના પરિવારમાં જન્મેલી પ્રથમ પુત્રી છે.

એન્ડ્રુએ ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, આ અમારા માટે આશ્ચર્યની સાથે સાથે ખૂબ જ ખુશીની વાત છે. તે જ સમયે કેરોલિને સ્વીકાર્યું કે, જ્યારે તેને ખબર પડી કે પરિવારમાં 130 વર્ષથી કોઈ પુત્રી નથી, ત્યારે તે વિશ્વાસ કરી શકી નહીં. આ પછી કેરોલીને એન્ડ્ર્યુના પરિવારને પૂછ્યું તો તેના માતા-પિતાએ કહ્યું, ‘અરે હા, 1885થી અમને દીકરી નથી. પિતરાઈ ભાઈઓ છે, પરંતુ તેમના વંશમાં કોઈ છોકરી નથી.

જ્યારે કેરોલીન ગર્ભવતી થઈ, ત્યારે એન્ડ્ર્યુ સાથે પરિવાર વિશે બધું જાણ્યા પછી, કેરોલીનને પણ ખાતરી થઈ ગઈ કે, તેને પણ એક પુત્ર થવાનો છે. પરંતુ પુત્રીના જન્મ પહેલા તેણે બેબી જેન્ડર રીવીલ પાર્ટી કરી હતી. જ્યારે તેમાં રાખવામાં આવેલી કૂકીઝમાં પિંક કલર નીકળ્યો ત્યારે કપલને વિશ્વાસ જ ન થયો. ગુલાબી રંગનો અર્થ છે કે, તેમના ઘરે દીકરી આવવાની હતી. દીકરીને આવકારતા પરિવારે હર્ષોલ્લાસ કર્યો હતો.

કપલનું કહેવું છે કે, જો કે દીકરો હોય કે દીકરી તેનાથી અમને કોઈ ફરક પડતો નથી, પરંતુ પરિવારમાં 130 વર્ષ પછી દીકરીના જન્મથી અમે ખૂબ જ ખુશ છીએ. દંપતીએ જણાવ્યું કે, કેરોલિનનો 2021માં ગર્ભપાત થયો હતો, તેથી ઓડ્રીનું આવવું કોઈ આશીર્વાદથી ઓછું નથી. પરિવારનું કહેવું છે કે, તેઓ બાળકના આગમનથી ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *