ગુજરાત(Gujarat): રીક્ષા ચાલકોને સરકાર દ્રારા દિવાળી(Diwali) પહેલાં જ ખુશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના રીક્ષા ચાલકો માટે તેઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવેથી ગુજરાતમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં હરીફરી શકશે. કારણ કે અત્યાર સુધી રાજ્યમાં જે-તે જિલ્લા પૂરતી જ પરમીટ અપાતી હતી. વાહન વ્યવહાર કમિશનરે રિક્ષાઓ કાયદેસર માન્યતા ધરાવતી રિક્ષાઓ આખા ગુજરાતમાં ચલાવવાની છૂટ આપતો પરિપત્ર જાહેર કરાયો છે.
શહેરી વિસ્તારો ઉપરાંત એક્સપ્રેસ-વે પર ડીઝલ રિક્ષાને મંજૂરી નહીં:
જાણવા મળ્યું છે કે, 15 ઓક્ટોબરના રોજ થયેલી બેઠકમાં વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે અમદાવાદ, સુરત સહિતના શહેરી વિસ્તારો ઉપરાંત એક્સપ્રેસ-વે પર ડીઝલ રિક્ષાને મંજૂરી આપવામાં આવી નથી.
ઓટોરીક્ષાને પરમીટની શરતો અનુસાર જ વાપરવાની હોય છે:
થ્રી વ્હીલર ઓટોરીક્ષાએ ટ્રાન્સપોર્ટ કેટેગરીનું પબ્લિક સર્વિસ વાહન છે. આ વાહનનો વપરાશ કરવા મોટર વ્હીકલ્સ એક્ટ, 1988ની કલમ-39 મુજબ નોંધણી કરવાની જરૂર રહે છે. તેમજ કલમ 66 મુજબ પરમીટ મેળવવાની જરૂર રહે છે.
ઓટોરીક્ષાને પરમીટની શરતો અનુસાર જ વાપરવાની હોય છે. જોકે આ પરમીટની શરતો ચાર પ્રકારની હોય છે. તેમાં પરમિટના વિસ્તાર તરીકે શહેર, જિલ્લો કે દર્શાવવામાં આવેલા શહેરમાં જ ફેરવવા દેવાય છે. હવે આ બંધનમાંથી તમામ રિક્ષાઓને મુક્તિ આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.