વડોદરા મનપાએ એક વર્ષમાં એટલા રૂપિયાનો ચા-નાસ્તો કરી નાખ્યો કે, આંકડો જાણી આંખો પહોળી થઇ જશે

હાલમાં વડોદરા (Vadodara)ના કોર્પોરેશન (Corporation)માં બિનજરૂરી આ ખર્ચ જે ચા નાસ્તામાં સામે આવ્યો છે. તે જાણીને તમે પણ ચોકી જશો. મળતી માહિતી અનુસાર, ચા નાસ્તો કરવા માટેનો વડોદરા કોર્પોરેશનનો એક વર્ષનો ખર્ચ 6,50,000 સામે આવ્યો છે. આ પરથી અનુમાન લગાવી શકાય છે કે અન્ય કેટલાક પ્રકારના ખર્ચ થતા હશે તેમાં કેટલા રૂપિયાનો ધુમાડો થતો હશે. આ ખર્ચ સામે આવતા સૌના હોશ ઉડી ગયા છે.

આ મામલામાં છેલ્લા એક વર્ષમાં 89172 રૂપિયાનો ખર્ચ બરોડા કોર્પોરેશનના મેયર કેયુર રોકડિયા દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ ડેપ્યુટી મેયર નંદાબહેન જોશીએ 1,30,050 રૂપિયાનો ખર્ચ કર્યો છે તો સૌથી વધુ 2,98,313 રૂપિયાનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ 1,32,019 રૂપિયાનો ખર્ચ શાસક પક્ષ નેતા અલ્પેશ લીંબાચિયા દ્વારા ફક્ત ચા અને નાસ્તા પાછળ જ કરવામાં આવ્યો છે. આ નેતાઓ જનતાના ટેક્સના પૈસે તાગડધિન્ના કરતાં દેખાઈ રહ્યા છે.

RTI એક્ટિવિસ્ટ એવા અતુલ ગામેચી એ વડોદરા મહાનગ પાલિકામાં RTI કરી સત્તાધીશો સામે ચા નાસ્તા પાછળ કેટલો ખર્ચ કોર્પોરેશનમાં થયો છે. આ બાબતે જાણકારી મેળવતી એક RTI કરી હતી. મેયર કરતા ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતાઓએ વધુ ખર્ચ કર્યો છે. આ અંગેનો ખુલાસો RTIમાં થયો છે. આ ખુલાસો થતા સૌ કોઈ ચોકી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *