આ તો વળી કેવો ચોર… પહેલા ચોરી કરી અને પછી ચોરેલા લાખોના દાગીના કુરિયર દ્વારા પાછા મોકલી દીધા- જુઓ વિડીયો

ખોવાયેલો સામાન પાછો મળે એ આનંદની વાત છે, પણ ચોરાયેલો માલ પાછો મળી જાય તો શું થશે એ વિચારો. ઉત્તર પ્રદેશમાંથી ચોરોની ચોરીના એક અનોખા સમાચાર સામે આવ્યા છે. એક ચોરે એક ઘરમાંથી ચોરી કરી પરંતુ બાદમાં ચોરીના કેટલાક દાગીના પરત કરી દીધા. એક મકાનમાંથી ચોર લાખોની કિંમતના દાગીનાની ચોરી કરી ગયો હતો. ઘટના રાજનગર એક્સટેન્શન સ્થિત ફોર્ચ્યુન સોસાયટીની છે.

23 ઓક્ટોબરના રોજ પીડિતા પ્રીતિ તેના પરિવાર સાથે દિવાળી મનાવવા ગામમાં ગઈ હતી. તે 27 ઓક્ટોબરની સાંજે પરત ફરી હતી. ઘરે આવતાં જ તેના હોશ ઉડી ગયા. ઘરમાં પ્રવેશતા તેને ચોરીની જાણ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રીતિએ જણાવ્યું કે ચોરોએ ઘરમાંથી 20 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. દાગીના ઉપરાંત ચોરો 25,000 રૂપિયાની રોકડ પણ ચોરી ગયા હતા. ત્યારબાદ મામલો પોલીસ સુધી ગયો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શનિવારે (29 ઓક્ટોબર) એક કુરિયર પીડિતાના ઘરે આવ્યું, જ્યારે પરિવારના સભ્યોએ તેને ખોલ્યું તો તેમાં તે જ દાગીના હતા જે ચોર ચોરી ગયો હતો.

આ કુરિયરમાં રૂ.4 લાખની કિંમતના દાગીના નીકળ્યા હતા. આ એ જ દાગીના હતા જે ઘરમાંથી ચોરાઈ ગયા હતા. ચોર પ્રમાણિક અને બુદ્ધિશાળી પણ નીકળ્યો. આ કુરિયર હાપુડથી પ્રીતિને મોકલવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે પોલીસ સરનામે પહોંચી તો સરનામું નકલી નીકળ્યું. હવે લોકો, પરિવારના સભ્યો સાથે પોલીસ પણ આશ્ચર્યમાં છે કે ચોરે દાગીના કેમ પરત કર્યા?

આ પહેલા મધ્યપ્રદેશમાંથી પણ આવા જ સમાચાર સામે આવ્યા હતા. એક ચોરે મંદિરમાંથી સામાન ચોર્યો અને પછી થોડા દિવસો સુધી પત્ર લખીને સામાન પરત કર્યો. સારું, તમે આ સમગ્ર મામલામાં શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જણાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *