કાળ બનીને આવી ક્રેન! રસ્તા પર જઈ રહેલી યુવતીને આપ્યું દર્દનાક મોત- કઠણ કાળજા વાળા જ જોવે આ વિડીયો

કર્ણાટક(Karnataka)ના બેંગ્લોર(Bangalore)માંથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં રસ્તા પર જઈ રહેલી એક યુવતીને પાછળથી આવતી ક્રેન(Crane) દ્વારા કચડી નાખવામાં આવી હતી. તેને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બુધવારે બપોરે બનેલી આ દર્દનાક ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વ્હાઇટફિલ્ડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી કોલેજ આવેલી છે. આ કોલેજની 19 વર્ષની વિદ્યાર્થીની નૂર પીઝા તેનું ગ્રેજ્યુએશન કરી રહી હતી. તે કોલેજ પુરી કરીને ઘરે પરત ફરી રહી હતી. એકલી જતી નૂર રસ્તાની બાજુએ ચાલી રહી હતી. કોલેજથી થોડે દૂર આવેલી નૂરની પાછળ એક ક્રેન આવતી દેખાય છે. કોઈ કંઈ કરે એ પહેલા નૂર ઉપરથી ક્રેનના જાડા પૈડા પસાર થઇ જાય છે.

અકસ્માત સર્જનાર ડ્રાઈવર ક્રેનને રોકે છે. નજીકમાં હાજર લોકો નૂર પાસે દોડી આવે છે. આટલું ભારે વાહન પસાર થવાને કારણે નૂરને શરીરે ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ બે દિવસ સુધી જીવન સામે લડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું.

ડૉક્ટરોનું કહેવું છે કે નૂરને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. તેના શરીરના આંતરિક ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. નૂરના મૃત્યુ બાદ વ્હાઇટફિલ્ડ ટ્રાફિક પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે.

સ્થાનિકોએ કોલેજ મેનેજર પર આરોપ લગાવ્યો:
આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લોકોએ પ્રશાસન અને કોલેજના લોકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું છે કે કોલેજ હોવાને કારણે અહીં હંમેશા બાળકોની ભીડ રહે છે. પરંતુ આ રોડ પર એક પણ સ્પીડ બ્રેકર નથી. દિવસભર હાઇસ્પીડ વાહનો પસાર થતા રહે છે. તેમજ લોકોએ જણાવ્યું હતું કે કોલેજ માલિકે સરકારી જમીન પર કબજો કર્યો છે. આ કારણે ફૂટપાથ માટે ક્યાંય બચ્યું નથી. અમારી માંગણી છે કે કોલેજને જમીન પરત કરવામાં આવે અને અહીં વહેલી તકે ફૂટપાથ બનાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *