‘તે નથી રહ્યા તો હવે હું જીવીને શું કરીશ…’ પતિના મૃત્યુના બાદ પત્નીએ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

ભોપાલ(Bhopal)માં ડોક્ટર પતિના મોતનો આઘાત પ્રોફેસર પત્ની સહન ન કરી શકી અને એક કલાક પછી મહિલાએ બ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લીધી. બ્રેઈન હેમરેજ(Brain hemorrhage)ના…

ભોપાલ(Bhopal)માં ડોક્ટર પતિના મોતનો આઘાત પ્રોફેસર પત્ની સહન ન કરી શકી અને એક કલાક પછી મહિલાએ બ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લીધી. બ્રેઈન હેમરેજ(Brain hemorrhage)ના કારણે પતિના મૃત્યુ બાદ તેણે હોસ્પિટલમાં ડોક્ટરને કહ્યું કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી. આટલું કહીને તે હોસ્પિટલથી નીકળી અને બ્રિજ પર પહોંચી ગઈ અને જે બાદ મંગળવારના રોજ પતિ-પત્ની બંનેની એક જ સાથે અર્થી ઉઠી હતી.

શહેરના જાનકી નગર, ચુના ભટ્ટીમાં રહેતા 47 વર્ષીય પરાગ પાઠક (MDS) ભાભા મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. 28 એપ્રિલે સવારે 9 વાગે ડૉ. પરાગ પાઠકની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ તેની આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની પ્રીતિ ઝારિયા (44)એ પતિને પાણી પીવડાવ્યું. આ પછી, તેણી તેને અરેરા કોલોની સ્થિત નેશનલ હોસ્પિટલમાં લઈ ગઈ. અહીં જણાવવામાં આવ્યું હતું કે બ્રેઈન હેમરેજને કારણે તેમની હાલત ખુબ જ ગંભીર છે. સર્જરી બાદ બીજા દિવસે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

ડોક્ટરે મૃત્યુના સમાચાર આપ્યા:
2 મેના રોજ રાત્રે લગભગ 2 વાગ્યે ડોક્ટરે પ્રીતિને જણાવ્યું કે, તેના પતિ પરાગનું અવસાન થયું છે. આ સાંભળીને  પ્રીતિએ તેના મોટા ભાઈને ફોન કર્યો. આ સાંભળીને બંને ભાઈઓ રાજેન્દ્ર કુમાર ઝરીયા, રાજેશ કુમાર ઝરીયા હોસ્પિટલ જવા રવાના થયા. દરમિયાન, પ્રીતિ ડૉક્ટરને કહે છે કે, હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી. આ દુનિયામાં મારું કોઈ નથી. આવું કહીને  બ્રિજ પર જઈને કુદીને આપઘાત કરવા જઈ રહી છે. ડૉક્ટરે હોસ્પિટલ પહોંચેલા ભાઈઓને આખી વાત કહી અને બધા તેની પાછળ ગયા હતા. તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં પ્રીતિએ મોતની છલાંગ લગાવી લીધી હતી. માહિતી મળતાં પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

ચાર વર્ષ પહેલા જ થયા હતા લગ્ન:
જબલપુરની રહેવાસી પ્રીતિ ભોપાલની નરેલા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. તેના લગ્ન ચાર વર્ષ પહેલા જ થયા હતા. બંનેને કોઈ સંતાન નહોતું. પરાગ પાઠકના પિતા હરિશંકર પાઠક ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છે. તેમનું અવસાન થયું છે, જ્યારે પરાગની માતા શોભા પાઠક ગાયનેકોલોજિસ્ટ છે. તે પુત્રવધૂ અને પુત્ર સાથે રહેતી હતી. પુત્રની તબિયત બગડતાં તે પુત્રવધૂ સાથે હોસ્પિટલમાં રહેતી હતી. મંગળવારે રાત્રે તે પણ પુત્રવધૂ સાથે હતી. પુત્રના મૃત્યુ બાદ તે પણ હોસ્પિટલમાં રડતી રહી. દરમિયાન પુત્રવધૂ કાર લઈને નીકળી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *