મુંબઈની વિશ્વ વિખ્યાત ફેશન સ્ટ્રીટમાં અચાનક જ ફાટી નીકળી ભીષણ આગ – વીકેન્ડના કારણે ભારે ભીડ હોવાથી લોકોમાં અફરાતફરીનો માહોલ 

મુંબઈ(Mumbai): આગ (fire)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક આગની ઘટના સામે આવી છે. દક્ષિણ મુંબઈમાં આવેલ જાણીતી ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ લાગી છે. મુંબઈની ફેશન સ્ટ્રીટ રેડીમેડ કપડા માટેનું પ્રખ્યાત બજાર છે. ત્યારે 12 વાગ્યાની આસપાસ આવી જ એક કપડાની દુકાનમાં આગ લાગી હતી અને ઘણી દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ આગને કારણે 15 થી 20 દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીકેન્ડના કારણે બજારમાં હતી ભારે ભીડ:
વીકેન્ડ હોવાને કારણે બજારમાં લોકોની ભારે ભીડ હતી. આવી સ્થિતિમાં આગના કારણે લોકોમાં અફર તફરી મચી જવા પામી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અધિકારીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મેટ્રો સિનેમા પાસે આ ફેશન સ્ટ્રીટ છે જે ફેશનેબલ કપડા માટે પ્રખ્યાત છે. અહીં કપડાંની સોથી વધુ દુકાનો છે. આગની જ્વાળાઓ ઘણી ઊંચાઈએથી દેખાઈ રહી હતી. ફેશન સ્ટ્રીટ ઉપર ધુમાડો ઉછળતો જોઈ શકાતો હતો.

આ કારણે થોડી જ વારમાં આગે પકડ્યું વિકરાળ સ્વરૂપ:
આ બજારમાં દુકાનો ખુબ જ નજીક નજીક હોવાને કારણે આગ ખુબ જ ઝડપથી પ્રસરી હતી. આગ ઝડપથી પ્રસરી જવાને કારણે સ્થાનિક પ્રશાસને તાત્કાલિક ત્યાં હાજર લોકોને હટાવીને સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચી આ આગ પર કાબુ મેળવ્યો હતો. તેથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ભારે આર્થિક નુકસાન:
આગ ખુબ જ ઝડપથી પ્રસરી હોવાને કારણે લગભગ 15 -20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાનની વકી સેવવામાં આવી રહી છે. આગની સૂચના મળતા પોલીસ ટીમ અને અને બીએમસીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે 12 વાગ્યાની આસપાસ સૌથી પહેલા એક દુકાનમાંથી ધુમાડો નીકળવાની શરુઆત થઈ હતી અને કોઈ કંઈ સમજે તે પહેલા આગ લાગી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *