રાહુલ ગાંધીએ વધુ એક વચન પૂરું કર્યું- જરૂરિયાતમંદ વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય આપી આ અમુલ્ય ભેટ

કોંગ્રેસ (Congress) દ્વારા શરુ કરાયેલ ભારત જોડો યાત્રા (bharat jodo yatra) હાલનાં દિવસોમાં મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા શરુ કરાયેલી ભારત જોડો યાત્રામાં દરમિયાન લોકોને મળી રહ્યા છે, અને પોતાના વધુ એક વચન પૂર્ણ કરતા જોવા મળ્યા છે.

આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી એક વિદ્યાર્થીને મળ્યા હતા. આ વિદ્યાર્થીએ રાહુલને કહ્યું કે તે સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે, પરંતુ તેની પાસે કોમ્પ્યુટર પણ નથી, ત્યારબાદ રાહુલ ગાંધીએ તે બાળકને વચન આપ્યું હતું કે તે તેના માટે એક કોમ્પ્યુટર આપશે.

ભારત જોડો યાત્રા દરમિયાન વિદ્યાર્થીને મળ્યાના બીજા જ દિવસે રાહુલ ગાંધીએ પોતાનું વચન પૂર્ણ કર્યું અને વિદ્યાર્થીને લેપટોપ ગિફ્ટ કર્યું. આ દરમિયાન રાહુલ ગાંધી વિદ્યાર્થીને લેપટોપનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ ખાસ સમજાવી રહ્યા હતા.

વિદ્યાર્થીને લેપટોપ ગીફ્ટમાં આપ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરની પોસ્ટમાં તેમના પિતા રાજીવ ગાંધીને યાદ કરતા કહ્યું કે ‘તેઓ હંમેશા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કઈ રીતે થઇ શકે તે જાણવા ઉત્સુક રેહતા હતા. તેમણે લખ્યું- “પાપાએ એકવાર કહ્યું- ‘હું યુવાન છું, અને મારું પણ એક સ્વપ્ન છે’. ચાલો હું તમને તેમના વિશે, તેમના સપનાઓ અને ગઈકાલે આ ચાર યુવાનો સાથે કરેલી અદ્ભુત વાતચીત વિશે થોડું વધુ કહું. પાપા હંમેશા ઉત્સુક રહેતા હતા. આધુનિક ટેક્નોલોજી વિશે અને તેનો ઉપયોગ ભારતના ફાયદા માટે કેવી રીતે થઈ શકે તે જાણવા માટે. પપ્પાને કોમ્પ્યુટર ખૂબ જ પ્રિય હતા, અને તેઓ દેશને 21મી સદીમાં લઈ જવા માંગતા હતા. આજની યુવા શક્તિને ચેનલાઇઝ કરવા માટે હંમેશા નવી-નવી યોજનાઓની ઉત્સાહપૂર્વક ચર્ચા કરતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *