ગર્લફ્રેન્ડને જલસા કરાવવા કરોડપતિ બાપના દીકરાઓ ચડ્યા અવળા રસ્તે, નાની ઉંમરે એવા-એવા કાંડ કર્યા કે…

Published on: 6:34 pm, Sat, 12 November 22

આતીશ માર્કેટ (Atish Market) જે રાજસ્થાનના જયપુરમાં (Jaipur, Rajasthan) આવેલું છે. આ આતિશ માર્કેટ રાજસ્થાનની ઈલેક્રોનીકસ હબ (Electronics Hub) માનવામાં આવે છે. આ માર્કેટના વેપારીયોના નામ જયપુરના અમીર લોકોમાં આવે છે. આ વેપારીઓ દીવસમાં લાખો રૂપિયાનો વ્યાપાર કરે છે. આ માર્કેટમાં કુણાલ સિંહ (ઉ 19)ના પિતા ઈલેક્ટ્રોનિક્સનો શોરૂમ છે, અને તેમનો દોસ્ત અંશુમાન સિંહ (ઉમર-19)ના પિતાનો ફાયનાન્સ બિઝનેસમાં છે.

મળેલ માહિતી મુજબ કુણાલ સિંહ અને અંશુમાન સિંહની પોલીસે ધડ્પકડ કરી છે. જેઓ ગર્લફ્રેન્ડને ગીફ્ટ આપવા માટે સ્કૂટીની ચોરી કરતા હતા, અને કેટ-કેટલી છોકરીઓને ગિફ્ટ આપ્યા બાદ તેમને મોંઘા પબ અને રેસ્ટોરન્ટમાં લઇ જતા હતા. આરોપી શીવમની પૂછપરછ દરમિયાન જણાવા મળ્યું કે, પોતાના શોખ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવા અને ઘરેથી પૂરતા પૈસા ન મળતા એટલે આ ચોરી કરતા હતા.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ થોડા દિવસ પેહલા જોતવાડા પોલીશ સ્ટેશનમાં એક સ્કૂટી ચોરી થવાની ફરિયાદ આવી. આ ચોરી થયેલ સ્કૂટીને એક છોકરીને ચલાવતી પકડી હતી. સગીર યુવતીએ તે સ્કૂટી કુણાલ સિંહે ગિફ્ટમાં આપી તેવું જણાવ્યું. ત્યાર બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી. આ જાણકારી મળતા 8 નવેમ્બરે પોલીસે કુણાલની ​​ધરપકડ કરી હતી. જ્યારે કુણાલ સિંહના સાથી અંશુમાનની 11 નવેમ્બરે ધરપકડ કરી.

પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ કામ માટે કુણાલને અંશુમાન લાવ્યો હતો. આરોપીની માહિતીના આધારે પોલીસે 10 સ્કૂટી કબજે કરી છે. કુણાલે જણાવ્યું કે તેણે તેની ઘણી ગર્લફ્રેન્ડને સ્કૂટી આપી છે, અને તે 10 જેટલી સ્કૂટીની ચોરી કરવામાં નિષ્ફળ ગયા હતા. કુણાલની ​​ધરપકડની માહિતી મળતાં શિવમ ગાયબ થઈ ગયો હતો. પોલીસે મળતી માહિતીના આધારે શુક્રવારે રામનગર સોડાલા પાસેથી શીવામની ધરપકડ કરી હતી. શિવમની પૂછપરછ કરતા જણાવ્યું કે શિવમને પોતાની જરૂરિયાત પૂરતા પૈસા ઘરેથી ન મળતા ત્યારે શિવમે ચોરી કરવાનું શરુ કર્યું હતું.

પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ સોડાલા, અશોક નગર વિધાયકપુરી, ચિત્રકૂટ અને કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 24 થી પણ વધુ સ્કૂટીની ચોરી કરી છે. આ સમગ્ર ગુના તેમણે કર્યો છે. તેની કબુલાત બંનેએ કરી છે. સોડાલા પોલીસ સ્ટેશનના સીઆઈ સત્યપાલે જણાવ્યું કે જયારે તેમણે કુણાલની ગર્લફ્રેન્ડને પકડી ત્યારે તે ડરી ગઈ હતી. ત્યારબાદ પોલીસે આરામથી પૂછ્યું ત્યારે યુવતીને ખબર પડી કે તે ચલાવી રહેલ સ્કૂટી ચોરીની છે, યુવતીએ કહ્યું કે આ સ્કૂટી તેને તેના મિત્રને આપી છે. યુવતીના આપેલા સરનામે જઈને આરોપીને પકડી લીધા હતા. ગુનાની જાણ યુવતીઓને ન હોવાથી તેના પર કોઈ કર્યાવહી કરવામાં આવી નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.