ગુજરાતના કચ્છ (Kutch, Gujarat) માં જ્યાં સૂર્યનું સૌથી પહેલું કિરણ પડે છે ત્યાં આજે પણ વિકાસના નામે અંધારું જ છે. આ ગામના 740 મતદારોને બે કિલોમીટર ચાલીને મત આપવા જવું પડે છે. ગામની પરિસ્થિતિ એવી છે કે આજે પણ આ ગામના લોકો 17મી સદીમાં જીવી રહ્યા છે. નથી તો રસ્તા, નથી તો શિક્ષણ-આરોગ્ય… કે રોડ લાઈટ સહિતની સુવિધા…
તમે જાણો છો કે, કચ્છ દેશનો સૌથી વિશાળ અને ભૌગોલિક રીતે વિવિધતા અને પડકાર જનક જીલ્લો રહ્યો છે. તેના કારણે જ અહીં સરકારી યોજનાઓ અને ચૂંટણી સહિતની કામગીરીઓ ખૂબ જ મુશ્કેલ રહે છે. પરંતુ આજે પણ કચ્છના અનેક એવા ગામો છે કે જ્યાં મતદાન બુથ પણ નથી. લોકોને મત આપવા બે-બે કિલોમીટર ચાલીને દૂર જવું પડે છે.
અંહિયા વાત થઈ છે કચ્છના પ્રવેશ દ્વાર ગણાતા સુરજબારીની સામે આવેલા ચેરાવાંઠની… આખે આખું ગામ આજે પણ 17મી સદીમાં જીવી રહ્યું છે. અહીંયા લોકોને પાયાની સુવિધાઓ તો નથી જ મળતી, સાથે મતદાન કરવા પણ કેટલા કિલોમીટર ચાલીને જવું પડે છે.
કહેવાય છે કે, કચ્છમાં સૂર્યનું પહેલું કિરણ આ જ ગામમાં પડે છે. એટલે આ ગામનું નામ સુરજબારી પડ્યું છે. પરંતુ જ્યાં સૂર્યનું પહેલું કિરણ પડે છે ત્યાં વિકાસના નામે આજે પણ અંધકાર છવાયેલો છે. આ ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. બંને ગામની થઈને કુલ 2200 ની વસ્તી છે. મતદાર યાદીમાં આ બંને ગામોના થઈને અંદાજે 740 મતદારોના નામ છે. પાયાની સુવિધાઓ ગણાતી આરોગ્ય શિક્ષણ અને રોડ રસ્તાની સુવિધાના નામે અહીંયા એક પણ સુવિધા નથી.
ખેડૂતોના નામે કરોડોના પેકેજ જાહેર થાય છે પરંતુ અત્યાર સુધી આ ગામના એક પણ લોકોને આ યોજનાનો લાભ મળ્યો નથી. જાણવા મળ્યું છે કે અહીંના 200થી વધુ લોકો દૈનિક મજૂરી માટે નજીકના મોરબી જિલ્લામાં જાય છે, તો કેટલા કુટુંબ તો રોજગાર માટે પોતાનું ગામ છોડીને જ કાયમી માટે મોરબી જતા રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.