ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022) નજીક આવી રહી છે. તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે અને સાથે જ તમામ રાજકીય પક્ષો ચુંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. સાથે જ ઠેર ઠેર પ્રચારો શરુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ ચુંટણી નજીક આવતાની સાથે જ રોડ રસ્તા બનવાની કામગીરી ચાલુ થઇ જાય છે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ આ રોડ રસ્તા બનાવવા માટે કોઈ પણ પ્રકારની તસ્દી લેવામાં ન આવતી હોય તેવું ભાવનગર(Bhavnagar)માં જણાઈ રહ્યું છે.
જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના ચિત્રા-સિદસર રોડપર સતનામ ચોકથી ફૂલસર ગામ તથા કર્મચારીનગરને જોડતા માર્ગ પરનો વિસ્તાર શહેરી હદમાં ભળ્યાં બાદ ડામર રોડ નિર્માણનું મહૂર્ત કરવામાં આવ્યું છે પરંતુ આ રોડ નિર્માણની કામગીરી અસહ્ય વિલંબ અને યોગ્ય આયોજન વિના થતાં સ્થાનિક લોકોમા ભારે રોષ ફાટી નીકળ્યો છે.
મહત્વનું છે કે, તેમજ જીઈબી અને મહાનગરપાલિકા વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. ચિત્રા-સિદસર રોડપર સતનામ ચોકથી ફૂલસરને જોડતો રોડ તો બનાવી દેવામાં આવ્યો છે.
પણ રસ્તા પરના વીજપોલ દૂર કરવાનું ભૂલી ગયું હોય તેવું પણ આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ રોડ પર કોઈ અકસ્માત થશે તો તે માટે જવાબદાર કોણ? તે પ્રકારના અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
અમે તમને જણાવી દઈએ કે, આ પ્રકારની ઘટના પહેલી વાર નહી પરંતુ અગાઉ ઘણી વાર બની ચુકી છે, જેમાં રોડ રસ્તા તો રાતો રાત બનાવી દેવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની તસ્દી લેવામાં નથી આવતી. જો રસ્તા પર ફોર-વ્હીલર હોય કે, ટુ-વ્હીલર તેને હટાવ્યા વગર જ ડામર પાથરી દેવામાં આવે છે. પરંતુ આ પ્રકારની કામગીરી કેટલી હદે યોગ્ય કહી શકાય?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.